તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1 નાઇટની ફુલ સર્વિસ રૂ. 1500માં FB પર લખી યુવતીનું બ્લેકમેઇલિંગ

1 નાઇટની ફુલ સર્વિસ રૂ. 1500માં FB પર લખી યુવતીનું બ્લેકમેઇલિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિણામે યુવતી પર સંખ્યાબંધ ફોન આવ્યા. તે ત્રાસી ગઈ આખરે રાંદેર પોલીસ મથકે પહોંચી જઈ ફરિયાદ નોંધાવી હતી.

જમીન દલાલીનો વ્યવસાય કરતી 31 વર્ષીય મલ્લિકા (રહે: ન્યૂ રાંદેર)(નામ બદલ્યું છે)એ નોંધાવેલી ફરિયાદ મુજબ અશ્ફાક ઇબ્રાહીમ હુનાની (રહે: 501, લંડન હાઇટ્સ, નવસારી)એ મલ્લિકાનો ફોટો ફેસબૂક પરથી લઈ એડિંટિંગ કર્યા બાદ ન્યૂડ બનાવી તેને વોટ્સએપ પર ફરતો કર્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ થોડા સમય પૂર્વે અશ્ફાકની ટોળકી રૂ. 28 લાખની જૂની રદ્દ કરાયેલી ચલણી નોટ સાથે પોલીસના હાથે પકડાયા હતા. જે જગ્યાએથી પકડાયે તે જગ્યા મલ્લિકાના ફ્લેટની સામેની જગ્યા હતી. જેથી અશ્ફાકને એવી શંકા હતી કે નોટ મલ્લિકાએ પકડાવી છે. શંકાને ધ્યાને લઈ તેણે મલ્લિકાને પરેશાન કરવાનું કાવતરું ઘડ્યું ને રીતે પાર પાડી દીધું. પોતે મલ્લિકાને પરેશાન કરવા માગે છે તેથી કોઈ કસર છોડી નહીં ન્યૂડ ફોટો મૂક્યા બાદ તેની નીચે લખ્યું એક નાઇટ ફૂલ સર્વીસ રૂ. 1,500 અને તેમાં મલ્લિકાના ફોન નંબર લખ્યા. પરિણામે પુષ્કળ પ્રમાણમાં ફોન આવતા તે ત્રાસી ગઈ હતી. રીતે અશ્ફાકે મલ્લિકાને હેરાન પરેશાન કરી મૂકી હતી.

જૂની નોટ પકડાવી દીધાની શંકા રાખીને યુવતીને બદનામ કરાઈ

અશ્ફાકની પત્નીએ મલ્લિકાને જાણ કરી

મલ્લિકાપર ફોન આવવા લાગતા તે ત્રાસી તો ગઈ તેની સામે સમસ્યા હતી કે હીનકૃત્ય કર્યું કોણે? જાણવું કેમ? એવામાં બન્યું એવું કે અશ્ફાકની પત્ની મલ્લિકાના પરિચયમાં હતી. તેણે વોટ્સએપમાં જોયું જેથી ખ્યાલ આવી ગયો કે તેના પતિએ હીનકૃત્ય કર્યું છે. જેથી અશ્ફાકની પત્નીએ મલ્લિકાને જાણ કરી હતી. અશ્ફાક અને તેની પત્ની વચ્ચે અણબનાવ છે. પરિણામે તેની પત્નીએ પતિનો દાવ લેવા માટે મલ્લિકાને જાણ કરી દીધી હતી અને રીતે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ફેસબુક પરથી યુવતીનો ફોટો લઈ બીભત્સ બનાવી વોટ્સએપ પર ફરતો કર્યો

અન્ય સમાચારો પણ છે...