તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમિકલના 7 વેપારીઓની રૂ. 57 લાખની વેટ ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીઅગાઉ વેટ વિભાગે આઇટીસી અને નોન-બિલિંગમાં માનતા વેપારીઓને સાણસામાં લેવાનું યથાવત રાખ્યું છે. શનિવારે વાપી, વલસાડ અને નવસારીના સાત વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી જેમાં સ્ટોક અને હિસાબી ચોપડાની ચકાસણી બાદ અધિકારીઓએ રૂપિયા 57 લાખની વેટ ચોરી ઝડપી પાડી હતી. બીજી તરફ પેકેજિંગ વોટરના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને ફરી સાણસામાં લેવાયા હતા. સુરત ઉપરાંત સાઉથ ગુજરાતમાં સાત વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં વેપારીઓને ત્યાં દરોડા

અન્ય સમાચારો પણ છે...