તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાપોદ્રામાં લેબમાંથી લોનની 90 હજારની રકમની ચોરી

કાપોદ્રામાં લેબમાંથી લોનની 90 હજારની રકમની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસુનીમહિલા તબીબની કાપોદ્રા ખાતે આવેલી લેબમાંથી લોનની 90 હજારની રકમ તસ્કરો ચોરી કરી ભાગી ગયા હતા. લેબના સીસીટીવી કેમેરાના આધારે એક શંકાસ્પદ દેખાય આવે છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુના સોમેશ્વરા રોડ પર વાત્સલ્ય બંગલોઝમાં રહેતી મહિલા તબીબ માલાબેન પ્રફુલભાઈ પટેલની કાપોદ્રા મહેશ્વરી ચેમ્બર્સમાં બીજા માળે સાઈની લેબોરેટરી છે. લેબોરેટરીમાં બુધવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ લેબના દરવાજાનો નકૂચો તોડીને ટેબલના ડ્રોઅરમાં મૂકેલી 90 હજારની રોકડ ચોરી કરી ગયા હતા. 90 હજારની રકમ લોનના હપતા માટે મૂકી હતી. હાલમાં કાપોદ્રા પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ કરીને તસ્કરોએનું પગેરૂ શોધવા કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...