તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ અપડેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતીઓ ફોક ફિટનેસ ડાન્સથી એક મહિનામાં નવ કિલો વજન ઉતારે છે

ફિટનેસની સાથે ડાન્સ પણ કરાવાય છે

શ્રદ્ધા શાહે જણાવ્યું હતું કે ‘જ્યારે કોઈ વ્યક્તિ જીમમાં કસરત કરવા માટે જાય ત્યારે ત્યાં તેણે માત્ર કસરત કરવાની હોય છે, જ્યારે ડાન્સ કરવા માટે જાય ત્યારે ત્યાં ડાન્સ કરવાનો હોય છે. પરંતુ ફોક ફિટનેસ દ્વારા કસરત પણ થશે અને ડાન્સનો આનંદ પણ માણી શકાશે. એટલે માટે સુરતમાં નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ડાન્સથી એન્જોયની સાથે સાથે વજન પણ ઉતરે છે. રોજ એક ફોક ફિટનેસ ડાન્સ કરવાથી 1000થી 1200 જેટલી કેલેરી બર્ન થાય છે. જો કોઈ વ્યક્તિ એક મહિના સુધી ડાન્સ કરે તો એનું 8થી 9 કિલો જેટલું વજન ઉતરે છે. જીમ ટ્રેનર સંજય પટેલે સિટી ભાસ્કરને જણાવ્યુ હતું કે, જો કોઈ વ્યક્તિ નિયમિત કસરત કરે તો તેનું 5થી 6 કિલો જેટલું વજન ઉતરે છે.

સિટી રિપોર્ટર @srt_cb



સુરતનીએક નૃત્ય સંસ્થા દ્વારા ફોક ફિટનેસની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ભારતના અલગ અલગ ફોક નૃત્યોને મિક્સ કરીને એક નવી સ્ટાઇલ ડેવલપ કરવામાં આવી છે. નૃત્યો એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે જેથી ડાન્સ કરનારાઓ એક મહિનામાં 8થી 9 કિલો જેટલો વજન ઉતારી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો