તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાળ નાશ કરે છે, કલા સર્જન કરી આપે છે : દક્ષેશ ઠાકર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળ નાશ કરે છે, કલા સર્જન કરી આપે છે : દક્ષેશ ઠાકર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુસ્તક ઉત્સવમાં આજે | એમ.ટી.બીકોલેજના કે.સી મહેતા સેમિનાર હોલમાં 03.00 વાગ્યે કાવ્ય મહેફિલ યોજાશે. જેમાં ડો.મુકુલ ચોક્સી, ડો.સંધ્યાભટ્ટ, ગૌરાંગ ઠાકર, ડો.દિલિપ મોદી, ડો.યામિની વ્યાસ, હનિફ મહેરી અને ડો.પન્ના ત્રિવેદી કાવ્ય મહેફિલમાં કવિતા રજૂ કરશે.

} કેશુુ દેસાઈ

વસંત ઋતુ ચાલી રહી છે ત્યારે આપણે રંગીલા સુરતમાં પુસ્તકોની વાત કરવા માટે ભેગા થયા છીએ. એગ્રેજોએ ભારતમાં વેપાર શરૂ કરવા માટે સૌ-પ્રથમ સુરતમાં આવવું પડ્યુ હતું. સુરતની ભૂમિ જુદી છે. સુરતમાં આવીને માણસનું પોત બદલાઈ જાય છે. અમદાવાદ જાવ તો તમને કોઈ અડધી ચા પણ પીવડાવે પણ સુરત દરિયાપેટુ છે. સુરતનું દિલ મોટું છે. સુરતના નાગરિકોને મોડેલ તરીકે જોવા જોઈએ. ગ્રંથોની રક્ષા કરવી પડશે. ગ્રંથીઓ છોડીને ગ્રંથ તરફ વળવું પડશે. વિશ્વની પહેલી કવિતા ભારતમાં લખાઈ હતી. વિશ્વના કોઈ દેશમાં સરસ્વતી નામની નદી નથી. પુસ્તક નહીં બચે તો આપણે નહીં બચીએ. આપણી ઓળખ ભૂંસાઈ જશે. પુસ્તક વાંચીને એક સામાન્ય પરિવારનો દિકરો વડાપ્રધાન બની શકે છે. પુસ્તક શ્રેષ્ઠ મિત્ર છે.

} દક્ષેશ ઠાકર

જીવનમાંથી શબ્દોની બાદબાકી કરી જોશો ત્યારે શબ્દોનું મૂલ્ય સમજાશે. કવિ,લેખક અને શબ્દોના ઉપાસકના જીવનમાંથી શબ્દો કાઢી નાંખશો તો જીવનમાં કશું બચતું નથી. ભલે શબ્દ માધ્યમ હોય પણ તેનું મૂલ્ય અદકેરું છે. શબ્દ સર્જકને ઈશ્વરની સાથે ગણવામાં આવ્યો છે. શબ્દને બ્રહ્મની સ્થાને મુકવામાં આવ્યો છે. બધા સર્જકોએ શબ્દની ઉપાસના કરી છે. સામાન્ય માણસ અને સર્જક વચ્ચે શું તફાવત છે? લોખંડને કાટ લાગે ત્યારે તેને સાફ કરીને રંગ લગાડવામાં આવે છે. તેવી રીતે માણસના મનને કાટ લાગે ત્યારે કલાના માધ્યમ સિવાય કોઈ માધ્યમ કામ નથી લાગતું. કાળનો સ્વભાવ નાશ કરવાનો છે. જ્યારે કલાનો સ્વભાવ સર્જન કરવાનો છે. કાળ કરતાં કલા વધારે ચડિયાતી છે. માણસને પુસ્તકો વાંચવાનો પણ હડકવા ઉપડવો જોઈએ.

સિટી રિપોર્ટર @srt_cb



‘તમેપુસ્તકોના સત્સંગમાં આવ્યા છો એટલે તમે સ્વર્ગમાં બેઠા છો. ઉપનિષદમાં કહેવાયું છે કે, સત્સંગ સ્વર્ગ સમાન છે. જ્યારે હું સરસ વાર્તા, કવિતા કે કોઈ નવલિકા વાંચુ છું ત્યારે જેમ ભિખારીને સોના મહોર મળ્યાનો આનંદ થાય એટલો આનંદ મને થાય છે. માટીના કોડિયામાંથી પ્રકાશ આવે તો તેનું મૂલ્ય છે, પ્રકાશ વગરના કોડિયાનું કોઈ મૂલ્ય નથી.’ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને એમટીબી કોલેજ દ્વારા પુસ્તક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં ઉદઘાટન પ્રસંગે વાત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.દક્ષેશ ઠાકરે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો