તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્વેલરી શોપમાંથી 1.80 લાખના દાગીનાની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાપાંડેસરા વિસ્તારમાં અલથાણ રોડ પર સોનાની દુકાનમાં ગ્રીલ તોડીને તસ્કરોએ રૂ.1.80 લાખના દાગીનાની ચોરી કરી ભાગી છૂટયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સચિન જીઆઈડીસી નાકા પાસે તિરૂપતિ બાલાજી ટાઉનમાં રહેતા જયદેવ મનમતુ કરમકારએ 35 દિવસ પહેલા પાંડેસરામાં અલથાણ રોડ પર ડી માર્ટની બાજુમાં ઈશાના કોમ્પલેક્ષમાં ભાડેની દુકાનમાં સોનાની દુકાન ખોલી હતી. દુકાનમાં ગુરૂવારે રાત્રીના સમયે તસ્કરોએ પાછળની બારીની લોંખડની ગ્રીલને કોઈ સાધન વડે તોડીને તેમાંથી ચાંદીના અને સોનાની દાગીના તેમજ ગ્રાહકોના સોનાના ઘરેણા મળીને રૂ.1.80 લાખની ચોરી કરી ભાગી ગયા હતા.

ચોરોએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનુ ડીવીઆર પણ ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પાંડેસરા પોલીસે ચોરીનો ગુનો નોંધી આજુબાજુની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે શરૂ કરી છે.

પાંડેસરામાં ત્રાટકેલી ચોર ટોળકી સીસી કેમેરાનું ડીવીઆરને પણ છોડ્યું નહીં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો