તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આદિવાસી સંસ્કૃતિનું સંશોધન કરવા MTB કોલેજને 1 કરોડની ગ્રાન્ટ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિવાસી સંસ્કૃતિનું સંશોધન કરવા MTB કોલેજને 1 કરોડની ગ્રાન્ટ મળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | દક્ષિણગુજરાતની 29 જેટલી આદિવાસીઓની જાતની સંસ્કૃતિના રિસર્ચ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા એમ ટી બી આર્ટસ કોલેજને એક કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. MTB આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો. મધુકર પાડવીએ જણાવ્યું હતું કે, પ્રથમ ફેઝમાં યુજીસીએ અમને 1 કરોડની ગ્રાન્ટ મળી હતી. બીજા તબક્કામાં 1 કરોડની ગ્રાન્ટ આપી છે. ગ્રાન્ટનો ઉપયોગ વર્ષ 2020 સુધી ઉપયોગ કરી શકીશું. રિચર્સમાં કેટલીક લોકકથા વણી લેવાઈ છે.

દક્ષિણ ગુજરાતની 29 જાતિઓ પર સંશોધન હાથ ધરાશે

સ્વયંવરમાં સીતાને લક્ષ્મણે જીતી હતી

વાલીઆદિવાસીઓની રામાયણ પ્રમાણે જ્યારે સીતાનો સ્વયંવર રચાયો હતો. તે સમયે રામે નહી લક્ષ્મણે સીતાને જીતી હતી. જો કે, તે સમયે એવી પ્રથા હતી કે, જ્યાં સુધી મોટા ભાઈનાા લગ્ન નહી થાય ત્યાં સુધી નાના ભાઈન લગ્ન કરી શકે જેથી સીતાના લગ્ન રામ સાથે થયા હતા.

વિકલાંગરાવણ આત્મહત્યા કરવા ગયો...

કુકણાઆદિવાસીઓની રામાયણ મુજબ રાવણ વિકલાંગ હોવાથી તે આત્મહત્યા કરવા જંગલમાં ગયો હતો. જંગલમાં તે શિવજીના ઘરે પહોંચી ગયો હતો. શિવજીના ઘરમાં એક રૂમ હતો જેમાં અમૃતના ઘડા પડ્યા હોવાથી તેમાં કોઈને પ્રવેશ અપતો હતો. રાવણે કોઈને પુછ્યા વગર રૂમમાં પ્રવેશ કરી લેતાં અમૃતના ઘડા પર પડ્યો હતો અને તેના મોઢા અને હાથ પર અમૃત પડતાં તેના 10 મોઢાં અને 10 હાથ આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો