તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ‘IT ઓફિસર મીના બોલું છું, પિતા બીમાર છે, એક લાખ રૂપિયા આપો’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘IT ઓફિસર મીના બોલું છું, પિતા બીમાર છે, એક લાખ રૂપિયા આપો’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાવેલ્સ સંચાલકને ત્યાં તપાસનો મામલો ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો. ઉચ્ચ અધિકારીઓથી લઇને બીજા અન્ય અધિકારીઓ પણ ટ્રવેલ્સ સંચાલકને ત્યાં તપાસ માટે પહોંચ્યા હતા. દરમિયાન સરવે પૂરો થયા બાદ સંચાલક કામકાજ અર્થે મુંબઇ ગયા હતા જ્યાં તેમના મોબાઇલ પર 7400ની સિરિઝ પરથી એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ આઇટી ઓફિસર તરીકે આપી હતી અને જણાવ્યુ હતુ કે હું મીના બોલુ છે. તમે મને ઓળખ્યો હું ગઇકાલે તમારે ત્યાં સરવે માટે આવ્યો હતો. મારા પિતાની બાયપાસ સર્જરી કરવામાં આવી છે અને તેનો ખર્ચ રૂપિયા ત્રણ લાખ થયો છે. તમે મારા એકાઉન્ટમાં એક લાખ રૂપિયા જમા કરાવી દો.’ વાતચીત પરથી ટ્રાવેલર્સને ખ્યાલ આવી ગયો હતો કે સામેથી કોઈ બોગસ વ્યક્તિ વાત કરી રહ્યો છે. આથી વધુ વાત આગળ વધે પહેલાં તેમણે ફોન કાપી નાંખ્યો હતો. ટ્રાવેલર્સે જણાવ્યુ કે ઘટના બાદ સમજાતુ નથી કે વ્યક્તિ પાસે મારો નંબર ક્યાંથી આવ્યો. અલબત્ત, મામલે હજી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી.

ટ્રાવેલ્સવાળાને ત્યાં આઈટીના સરવે બાદ બોગસ કોલ આવ્યો

અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે

આઇટીઅધિકારીના નામે બોગસ કોલ કરીને રૂપિયા પડાવવા અંગેના અગાઉ પણ ઘણાં કિસ્સા બન્યા છે. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે અગાઉ ત્રણ વર્ષ પહેલાં આવો કિસ્સો બન્યો હતો જેમાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જ્યારે આવા કોલ આ‌વે ત્યારે કરદાતાએ સી.એ. કે કન્સલ્ટન્ટને જાણ કરવી જોઇએ.

નોટબંધી આઇટી સરવેમાં લેભાગુઓને કમાવવાની તક દેખાઇ રહી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો