• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આનંદ સુરેકા વેસુ અણુવ્રત દ્વાર વચ્ચે સવા કલાક ક્યાં રોકાયા?

આનંદ સુરેકા વેસુ-અણુવ્રત દ્વાર વચ્ચે સવા કલાક ક્યાં રોકાયા?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિંગરોડની મિલેનિયમ માર્કેટના તિરૂપતિ સાડીના માલિક આનંદ સુરેકા ગત શુક્રવારે સાંજે વેસુથી અણુવ્રત દ્રારની વચ્ચે 4 કિલોમીટરના એરિયામાં સવા કલાક સુધી કયા રોકાયા હતા. તે આ સમય દરમિયાન ક્યાં હતા, એક તપાસનો વિષય છે.

સચીન હાઈવેના આભવા ચોકડી નજીક કારના ગોડાઉન પાસે સાડીના વેપારી આનંદ સુરેકાને અજાણ્યા વાહને કચડી નાંખવાના મામલે ડુમસ પોલીસે મંગળવારે પોલીસ કંટોલરૂમમાં સીસીટીવી કેમેરાની તપાસ કરી, જેમાં કેટલીક હકીકતો હાથ લાગી છે. સુરત શહેરમાં પોલીસના એએનપીઆર સિસ્ટમના ટોટલ 16 કેમેરા છે. વેપારીની ક્રેટા ગાડી નંબર સ્કેન કરતા બે કેમેરામાં તેમનું લોકેશન જોવા મળ્યું છે. જેમાં પહેલું લોકેશન શુકવારે સાંજે 5.38 વાગ્યે વેસુગામ થી અણુવ્રત દ્વાર સુધી બતાવે છે અને આજ કેમેરામાં અણુવ્રત દ્વાર થી વેસુગામનું રીટર્ન લોકેશનનો સમય સાંજે 6.51 બતાવે છે. જેથી વેપારી 4 કિલોમીટરના એરિયામાં સવા કલાક સુધી કયા રોકાયા હતા. તે ક્યાં રોકાયા, તે રહસ્ય અંકબધ છે. આ બાબતે ડુમસ પોલીસ તપાસ કરી રહી છે અને એક-બે દિવસમાં પરિવારના સભ્યોના નિવેદનો લઈને તપાસ કરશે.બીજી તરફ વેપારીના મોતને લઈને પોલીસે તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. જો કે પોલીસને હવે વેપારીની કોલ ડિટેઈલ બુધવારે આવી જશે એટલે તેના આધારે તપાસનો દૌર શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...