• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • યુપીની જેમ સમિતિના શિક્ષકોની સામૂહિક મુંડન કરવાની ચીમકી

યુપીની જેમ સમિતિના શિક્ષકોની સામૂહિક મુંડન કરવાની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાન વેતન સહિતની માંગ ન સંતોષાતા તાજેતરમાં મધ્યપ્રદેશમાં શિક્ષકોએ સામૂહિક મુંડન કરીને સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો, તે જ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પણ 30 જાન્યુઆરી સુધીમાં છેલ્લા દસ વર્ષથી ચાલી રહેલા ઉચ્ચતર પગાર ધોરણ, સી.પી.એફ ખાતા ખોલવાના મુખ્ય પ્રશ્નનું નિરાકરણ નહીં આવશે તો સામૂહિક મંુડન કરવાની ચિમકી પ્રાથમિક શિક્ષક મંડળે આપી છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 2 હજાર શિક્ષકોનો ઉચ્ચતર પગાર ધોરણ અને 1500થી વધુ શિક્ષકોનો સી.પી.એફ ખાતા ખોલવાનો પ્રશ્ન છેલ્લા દસ વર્ષથી ટલ્લે ચઢાવી દેવામાં આવ્યો છે. જેથી તાજેતરમાં પ્રાથમિક શિક્ષક મંડળની આગેવાનીમાં શિક્ષકોએ વિશાળ રેલી કાઢી મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

જો કે રેલી કાઢવા બદલ શાસનાધિકારીએ પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખ સહિતના શિક્ષકોને નોટિસ પાઠવી શિક્ષકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો થયા હતા. દરમિયાન હજુ પણ માંગણી નહિ સંતોષાતા મંગળવારે પ્રાથમિક શિક્ષક મંડળની આગામી રણનીતિ નક્કી કરવા બેઠક થઇ હતી. જેમાં 30 જાન્યુઆરીએ પાલિકા કચેરીએ ધરણાંનો કાર્યક્રમ કરવાનું નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...