તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દિવસમાં ત્રણ વાર કપડાં બદલો, કોટન પહેરો, સ્કીન સારી રહેશે : ડો.મેઘા

દિવસમાં ત્રણ વાર કપડાં બદલો, કોટન પહેરો, સ્કીન સારી રહેશે : ડો.મેઘા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી એન્કર

સિટી રિપોર્ટર | સુરત

‘ચોમાસામાંચામડીનાં રોગ વધારે થાય છે અને એટલે ચામડીનાં રોગોથી બચવા માટે ભેજવાળાં કે ભીનાં કપડાં પહેરવાનું ટાળો. સિન્થેટીક કપડાં પહેરવાનું પણ ટાળો. કોટનનાં કપડાં પરસેવો સોશી લે છે. જો કે-આ દિવસો દરમિયાન શક્ય હોય તો દિવસમાં બેથી ત્રણવાર કપડાં બદલવાનું રાખો.’ વાત સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો.મેઘા શાહે કહી હતી. ટેનિસ ક્લબની લેડિઝ વિંગ દ્વારા રિસન્ટ ટ્રેન્ડ ઈન મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ સ્કિન વિથ વિનસ ટ્રીટમેન્ટ’ વિષય પર સેમિનાર યોજાયો હતો.

સેમિનારમાં મેઘા શાહે જણાવ્યું કે, વિનસ ટ્રીટેમેન્ટ લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે. ટ્રીટમેન્ટથી અનેક પ્રકારના ફાયદા થાય છે. જેમાં દુ:ખાવો થતો નથી. ટ્રીટમેન્ટ ઝડપી થાય છે અને પરિણામ તરત મળે છે. ખીલના ખાડા. સ્ટેચ માર્કસ, વાગ્યા પરના નિશાન અને ઓપરેશન થયા પછીના નિશાન આજીવન દૂર થાય છે.

લેસર પદ્ધતિ હવે જુની થઈ ગઈ છે. જુની પદ્ધતિથી વાળ કાઢવામાં 4 થી 6 કલાક જતાં હતા. પણ હવે લેટેસ્ટ પદ્ધતિથી વાળ કાઢવામાં માત્ર એકથી દોઢ કલાક થાય છે. હવે તો બોલિવુડ અને હોલિવુડના એક્ટર્સ પણ પદ્ધતિનો ઉપયોગ કરે છે. હાલ બાયોલોજીકલ સ્ટ્રીમ્યુલેશન સારવાર પણ કરવામાં આવે છે. નેચરલ ટ્રીટમેન્ટ છે. જેમાં એક પણ ઈન્જેકશન આપવામાં આવતાં નથી અને ચહેરો ફ્રેશ લાગે છે. ટાઈટ અને હેલ્ધી દેખાય છે. નવરાત્રીની સિઝન નજીક છે ત્યારે સ્કિન રિજુવેશન સારવાર પણ કરાવી શકાય. સારવારમાં ચહેરા પર, ગળા પર અને બરડા પર સારવાર કરવામાં આવે છે. સારવાર કર્યા બાદ મેકઅપ કરવાની જરૂર રહેતી નથી. ચહેરો ક્લિન અને ટાઈટ દેખાય છે.

હવેનાં સમયમાં આવી ટ્રીટમેન્ટ લેવાથી બ્યૂટીને લાંબા સમય સુધી મેઇન્ટેઇન કરી શકાય છે અને સાઇડ ઇફેક્ટ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...