તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓબ્જેક્ટિવ ખબર હોય તો કન્ટેન્ટ રાઇટર બનાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી

સેમિનાર

‘પહેલાના સમયમાં પોતાના વિચારો અને અન્ય કોઈ પણ બાબતો ટેલિવિઝન પર શેર કરવા માટે ચાર્જ ચુકવવો પડતો હતો, જ્યારે આજે સોશિયલ મીડિયા અને વિવિધ એપ્લિકેશન્સ લોન્ચ થવાને કારણે લોકો ફ્રીમાં પોતાના કન્ટેન્ટને પ્રમોટ કરી શકે છે અને આધારે બિઝનસ પણ કરી શકે છે.’ સુરત સ્ટાર્ટઅપ ગૃપ દ્વારા ભગવાન મહાવીર કોલેજ ખાતે ‘કન્ટેન્ટ ક્રિએશન ઈન ઈન્ડસ્ટ્રી’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં યશ ચાવડાએ વાત કરી હતી.

યશ ચાવડાએ કહ્યું કે, ‘કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે સૌથી પહેલા ત્રણ સવાલોના જવાબ મેળવવા પડે છે, જેમાં કન્ટેન્ટનો ઓબ્જેક્ટીવ શું છેω,આ કન્ટેન્ટ કેવા પ્રકારનાં ઓડિયન્સ માટે છે અને કન્ટેન્ટનો મેસેજ શું છેω. મેસેજ ક્રિએટ થયા પછી મેસેજ પર કામ કરવામાં આવે છે. જેમાં કન્ટેન્ટનું લોકો સાથે એંગેજમેન્ટ કરવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર લાઈક અને શેર મેળવવામાં આવે છે. ત્યારબાદ કન્ટેન્ટ પર ઓપન ડિસ્કશન કરવામાં આવે છે અને કન્ટેન્ટનું પાર્ટીસિપેશન મેળવવામાં આવે છે. ત્યારબાદ કન્ટેન્ટને બ્લોગ અથવા લીંકના ફોર્મમાં ક્રિએટ કરવામાં આવે છે.

બધું કર્યા પછી છેલ્લે તેને સેલ્ફ સ્ટ્રેટેજી અથવા મની ઈન્વેસ્ટ કરીને પ્રમોટ કરવામાં આવે છે. પછી લોકોના રિવ્યુ મેળવીને તેના પર એનાલિસિસ કરવામાં આવે છે. પ્રકારના કન્ટેન્ટ ક્રિએશન કરીને કન્ટેન્ટ રાઈટર, વિડીયો એડીટર, ગ્રાફિક્સ ડિઝાઈનર, ફોટોગ્રાફર, વિડીયો ગ્રાફર અને એપ ડેવલપર જેવી વિવિધ પોસ્ટ મેળવી શકાય છે. ઉપરાંત વિવિધ ક્ષેત્રો જેવા કે ફેશન ઈન્ડસ્ટ્રી, ફુડ ઈન્ડસ્ટ્રી , જ્વેલરી ઈન્ડસ્ટ્રી અને ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રોડક્ટ અથવા સર્વિસ વિશે કન્ટેન્ટ લખીને કન્ટેન્ટ રાઈટરની પોસ્ટ મેળવી શકાય છે.

કન્ટેન્ટ રાઇટર બન્યા પછી 10 હજારથી લઇને 2 લાખ સુધીની સેલરી મળી શકે છે. તમે તમારો બિઝનેસ પણ શરૂ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...