Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - મિલેનિયમ માર્કેટમાં લેણદારો સામે જ વેપારી તાવની 7 ગોળી ગળી ગયો

મિલેનિયમ માર્કેટમાં લેણદારો સામે જ વેપારી તાવની 7 ગોળી ગળી ગયો

Divyabhaskar.com | Updated - Oct 11, 2018, 03:55 AM

પઠાણી ઉઘરાણી

  • Surat - મિલેનિયમ માર્કેટમાં લેણદારો સામે જ વેપારી તાવની 7 ગોળી ગળી ગયો
    ક્રાઇમ રિપોર્ટર.સુરત | મિલેનિયમ માર્કેટમાં કાપડનો વેપાર કરતા એક વેપારીએ ઉઘરાણી માટે આવેલા લેણદારોને જોઇને તેની સામે જ વધુ પડતી તાવની ટીકળીઓ ઉપરાછાપરી ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

    સવારે પોલીસને આપઘાતની ચીમકી આપી અને સાંજે પગલું ભર્યું

    ઘોડદોડ રોડ રત્નમહેલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા શૈલેષભાઈ મોહનલાલ ભોગર(44) છેલ્લા 27 વર્ષથી કાપડનો ધંધો કરે છે અને રિંગરોડ ખાતે આવેલી મિલેનિયમ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. તેમને અલગ અલગ વેપારીઓ પાસેથી ઉધારમાં માલ ખરીદ્યો હતો. જેની આશરે 80 લાખ જેટલી ઉધારી ચુકવવાની બાકી છે. જેથી વેપારીઓ દ્વારા તેમની પાસેથી નાણાની ઉઘરાણી માટે દબાણ કરવામાં આવતું હતું. છેલ્લા કેટલાક દિવસથી વેપારીઓ પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોવાથી તેમણે સલાબતપુરા પોલીસ મથકમાં અરજી પણ કરી હતી જેમાં તેમણે ઉઘરાણીથી કંટાળી આપઘાત કરવાની ચીમકી પણ આપી હતી. દરમિયાન બુધવારે સાંજે આશરે 5:30 વાગ્યાના અરસામાં 25 થી 30 વેપારીઓ તેમની દુકાને ઉઘરાણી માટે આવ્યા હતા. ત્યારે શૈલેષભાઈએ 5 થી 7 કોમ્બીફ્લેમની ગોળીઓ ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તાત્કાલિક સારવાર માટે સ્મીમેર લઇ જવાયો હતો.

    લેણદારોનો ત્રાસ : 60 લાખ ચુકવી દીધા હતા

    શૈલેષભાઈના ભાઈ પપ્પુભાઈએ જણાવ્યું હતું કે લેણદારોને થોડા થોડા કરીને 50 થી 60 લાખ રૂપિયા ચુકવી દીધા છે. બાકી રકમ પણ ચુકવી દેવાની તેમણે તૈયારી દર્શાવી હતી પણ તેમ છતા પઠાણી ઉઘરાણી કરાતી હોવાથી ટેંશનમાં આવી ગયા હતા. સલાબતપુરા પોલીસ મથકમાં અરજી પણ આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ