સરકારે જંત્રી મુજબ વળતર ચૂકવવા મુદ્દે ખેડૂતોનો વિરોધ

જિલ્લા કલેક્ટર સાથે ખેડૂતોની મીટિંગ મળી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને નુકસાન

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:55 AM
Surat - સરકારે જંત્રી મુજબ વળતર ચૂકવવા મુદ્દે ખેડૂતોનો વિરોધ
સુરત ઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં સરકારે જંત્રી પ્રમાણે વળતર આપવાના મુદ્દે વિરોધ કરાયો હતો. અલગ-અલગ ગામોની જંત્રીમાં વિસંગતતા હોવાથી ખેડૂતોને નુકશાન થતું હોવાનું જણાવ્યું હતું.

કામરેજ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન ગુમાવનારા ખેડૂતોને બોલાવાયા હતા. જેમાં ખેડૂતોએ જંત્રી પ્રમાણે વળતર ચુકવવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. ખેડૂતોની રજૂઆત હતી કે, ગામોની જંત્રીઓ અલગ-અલગ હોવાથી જંત્રી પ્રમાણે વળતર ચુકવવામાં આવશે તો ખેડૂતોને અન્યાય થાય તેમ છે. મકાન ગુમાવનાર માટે પોલિસી, પાણી પાઇપલાઇન, રસ્તા અને પાકને થનારા નુકસાન અંગેના વળતર માટે સરકારે શું પોલિસી બનાવી છે તેની જાણકારી માંગી હતી. જોકે, સરકાર તરફે કહેવાયું કે, પહેલાં માપણી કરવા દો તો વળતર કેવી રીતે ચુકવવું તેની જાહેરાત થઈ શકે.

X
Surat - સરકારે જંત્રી મુજબ વળતર ચૂકવવા મુદ્દે ખેડૂતોનો વિરોધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App