તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શહેરના વાતાવરણમાં ફરી બફારો, 24 કલાકમાં વરસાદની આગાહી

શહેરના વાતાવરણમાં ફરી બફારો, 24 કલાકમાં વરસાદની આગાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં 48 કલાકની ભારે વરસાદની આગાહી અપર એર સરક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાતા ખોટી પડી હતી. તેની સાથે બુધવારે ફરી 24 કલાકની ભારે વરસાદની આગાહી છે. નિષ્ણાંતોનાં જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતનું ચોમાસુ હવે ઋતુ આધારિત રહ્યું નથી. જેને બદલે અપર એર સરક્યુલેશન આધારિત થયું છે. જે ખેડૂતો માટે ભયજનક છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ગુજરાત પર ઝળુંબતું અપર એર સરક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાતા ગુજરાતમાં 3ને બદલે એક જ દિવસ વરસાદ પડ્યો છે.

એક દિવસ બાદ આ અપર એર સરક્યુલેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાતા આ બે રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે બુધવારે ગુજરાત પર ફરી વરસાદી વાદળો મંડરાતા 24 કલાકની વરસાદની આગાહી જાહેર કરાઈ છે. બુધવારે સુરતમાં સૌથી વધારે વરસાદ લિંબાયત ઝોનમાં સવારે 6થી 8માં 5 મિ.મી. પડ્યો છે. જેની સામે સેન્ટ્રલમાં 2, રાંદેરમાં 2 અને અઠવા ઝોનમાં 2 મિ.મી. પડ્યો છે. જ્યારે વરાછા, કતારગામ અને ઉધના ઝોન કોરા રહ્યાં છે. સવારે 8 વાગ્યા પછી શહેરમાં વરસાદ નહીં નોંધાતા બપોરથી તાપમાનમાં વધારો થયો હતો. જેના કારણે દિવસ દરમિયાન બફારાનું પ્રમાણ વધુ રહ્યું હતું. બુધવારે મહત્તમ તાપમાન સવારે 31.4 અને સાંજે 32.8, લધુત્તમ તાપમાન 29 ડીગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને સાંજે 74 ટકા રહ્યું હતું.

સિસ્ટમ ડેવલપ થતા વરસાદ થશે
પર્યાવરણની સમતુલા ખોરવાતા હવે ઋતુ આધારિત નહીં, પરંતુ અપર એર સરક્યુલેશન આધારિત મોસમ રહેશે. હાલમાં ગુજરાત પર જે વરસાદ પડવો જોઈએ તો અપર એર સરક્યુલેશન ફંટાતા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડ્યો છે. હવે ફરી સિસ્ટમ ડેવલપ થશે તેમ વરસાદની શક્યતા રહેશે. ડો.જયેશ નાયક, પર્યાવરણવિદ

અન્ય સમાચારો પણ છે...