તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • થિન્ક, થેન્કસ અને થ્રો જીવનમાં આવે તો બેડો પાર : પંન્યાસ પદ્મદર્શન મહારાજ

થિન્ક, થેન્કસ અને થ્રો જીવનમાં આવે તો બેડો પાર : પંન્યાસ પદ્મદર્શન મહારાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : મરોલી બજાર સ્થિત શ્વે.મુ.પૂ. જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શન મહારાજે ધર્મસભાને સંબોધતા જણાવ્યું હતું કે જીવનની ચાદરના ડાઘ ધોવા માટે મનુષ્યભવ આપણને મળ્યો છે. બેડસીટની જેટલી ચિંતા કરો છો એના કરતાં વધુ ચિંતા જીવનરૂપી ચાદરની કરવાની છે. બહારની ડાઘ આપણને દેખાય છે. પણ અંદરના ડાઘ દેખાતા નથી. અંદરના ડાઘ જોના માટે સદગુરુના કૃપા જરૂરી છે. થિન્ક, થેન્કસ અને થ્રો આ ત્રિપદી આપણા જીવનમાં આવી જાય તો બેડો પાર થઇ જાય. આજના માણસનું સ્ટેટબેંક, યુકોબેંક, બેંક ઓફ બરોડા જેવી બેંકોમાં એકાઉન્ટ છે, પણ થિન્ક બેંકમાં એકાઉન્ટ નથી જેથી પરિવાર, સમાજ અને રાષ્ટ્રમાં સમસ્યાઓ ઉદભવી છે. સારુ વિચારશો તો સારું થશે. સદવિચારોનું સર્જન સારા વાતાવરણતી થાય છે. આજે સર્વત્ર વાતાવરણ બગડતું જાય છે. વાતાવરણમાં સુધારાની શરૂઆત ઘરથી કરવી પડશે. પારિવારિક સમસ્યાઓનું ઉન્મુલન કર્યા વિના સમાજ કે રાષ્ટ્રની સમસ્યાઓનું સોલ્યુશન નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...