તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રિલા. કોલોનીમાં ફેબ્રિકેશનનું કામ કરતી વખતે કરન્ટથી મોત

રિલા. કોલોનીમાં ફેબ્રિકેશનનું કામ કરતી વખતે કરન્ટથી મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |કવાસ ગામ પાસે રહેતા આધેડનું ફેબ્રિકેશનનું કામ કરતી વખતે કરન્ટ લાગતા મોત નીપજ્યું હતું. હળવદ ખાતે રહેતા ભગવાન કણજરીયા (ઉ.વ.૪૯) ફેબ્રિકેશનું કામ કરી પત્ની અને બે પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારે ભગવાન રિલાયન્સ કોલોની ખાતે ફેબ્રિકેશનનું કામ કરી રહ્યો હતો. ભગવાનને લોખંડનો પાઇપ હાથમાં લઇ ઇલેકિટ્રકનો વાયર સ્વીચ બોર્ડમાંથી કાઢતી વખતે કરંટ લાગ્યો હતો. તાત્કાલીક સારવાર અર્થે ભગવાનને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાતા સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...