તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કારચાલકે ક્રેઇનના મજૂરને ફટકાર્યો, કાચ તોડ્યા

કારચાલકે ક્રેઇનના મજૂરને ફટકાર્યો, કાચ તોડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ટ્રાફિક જમાદાર જયંતીલાલ લાલજીભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 25મીએ બપોરે માનદરવાજા ખાતે ઋષભ પેટ્રોલ પમ્પની બાજુમાં ફરજ બજાવી રહ્યા હતા તે વખતે કાર નં. જીજે-05-જેએન-6695ના વ્હીલમાં લોક મારી રહ્યા હતા ત્યારે આ કારનો માલિક ત્યાં આવી પહોંચ્યો હતો. તે જાણતો હતો કે આ પોલીસ કર્મચારી છે આમ છતાં ગાળો ભાંડી હતી. એ સાથે જ ક્રેઇન નં. 10ના મજૂર રમેશભાઇને માર મારી ક્રેઇનનો આગળનો અને એક સાઇડનો કાચ તોડી નાખ્યો હતો. છતાં આ કારચાલકને સંતોષ ન થતાં ક્રેઇનમાં રહેલાં 12 લોક અને ચાવી ક્રેઇનમાંથી લઇ રસ્તા વચ્ચે ફેંકી દીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે...