તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભટારમાં ઘરે હુકમાં બાંધેલા દુપટ્ટાએ મહિલાના આપઘાતનો ભેદ ખોલ્યો

ભટારમાં ઘરે હુકમાં બાંધેલા દુપટ્ટાએ મહિલાના આપઘાતનો ભેદ ખોલ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાદર પરથી પટકાતાં બેભાન થઈ ગઇ હોવાનું પતિએ જણાવી સિવિલમાં દાખલ કરાયેલી મહિલાનું મોત નિપજ્યા બાદ તેણે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પરિણીતાને બેભાન હાલતમાં દાખલ કરાયા બાદ પોલીસ પંચનામુ કરવા માટે તેના ઘરે ગઈ હતી. ત્યારે હુકમાં બાંધેલા દુપટ્ટાના ટુકડાએ આપઘાતનો ભેદ ખોલી નાંખ્યો હતો. પતિએ ડરના કારણે પત્નીએ ફાંસો ખાધો હોવાની વાત છુપાવી હોવાનું તેણે પોલીસની કડક પુછપરછ બાદ કબૂલ્યું હતું.

ન્યૂ ભટાર પંચશીલ મહોલ્લા ખાતે રહેતા ક્રિષ્ના ગુપ્તા શાકભાજીનો ધંધો કરે છે. ગઇ તા.23 જૂનનાં રોજ તેની પત્ની કૌશલ્યાને તે બેભાન હાલતમાં સિવિલ લઈ આવ્યો હતો અને દાદર પરથી પટકાતા પેટમાં મુઢ ઇજા થઈ હોવાનું જણાવાયું હતું. જેથી કૌશલ્યાબેનને સારવાર માટે સિવિલના સર્જરી વોર્ડમાં દાખલ કરાયા હતા. જોકે, બીજા દિવસે પોલીસ પંચનામુ કરવા તેમના ઘરે ગઇ ત્યારે પોલીસને છતના હુકમાં બાંધેલો દુપટ્ટો કપાયેલી હાલતમાં મળી આવતા પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે તેની ઉલટ પુછપરછ હાથ ધરતા કૌશલ્યાબેન આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પતિએ કબુલાત કરી હતી. મંગળવારે સવારે કૌશલ્યાબેનનું મોત નિપજતાં ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. મૃતકના પતિ ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, બનાવના બે દિવસ પહેલા શાકભાજી ધોવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં તેને માઠુ લાગી આવતા આવું પગલુ ભરી લીધું હોય તેવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...