તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બહારગામ જતી 70 ટ્રકો સામે રોજની15 ટ્રકોમાં કાપડ રીટર્ન

બહારગામ જતી 70 ટ્રકો સામે રોજની15 ટ્રકોમાં કાપડ રીટર્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈદની પણ નિરસ સીઝન રહેવાના કારણે પૂરતા પ્રમાણમાં વેચાણ નહી થયેલા કાપડનું રીટર્ન થવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે રીટર્ન ગુડ્સ સામે ડેબિટ-ક્રેડિટ નોટ તૈયાર કરવાની ભેજામારીથી બચવા ઉદ્યોગકારોએ નો-ગુડ્સ રીટર્નની શરત પર માલ વેચવાનું શરૂ કરી દીધું છે.

હાલના સમયે નહીવત સમાન વેપાર છે ત્યારે 400 ટ્રક સામે માત્ર 70 થી 80 ટ્રક મારફતે ડિલીવર થતાં ગુડ્સ પૈકી 15 જેટલા ટ્રકમાં ગુડ્સ રીટર્ન થઇ રહ્યું છે. છેલ્લાં લાંબાં સમયથી ટેકસટાઇલમાં ઉત્પાદનની સાથે વેચાણમાં પણ મંદી જોવા મળી રહી છે. ત્યારે ઈદની સીઝન પછી રોજ 20 થી 30 ટકા વેચેલો માલ પરત આવી રહ્યો છે. જેની સામે ડેબિટ અને ક્રેડિટ નોટ ઇશ્યુ કરવાની હેરાનગતિ સામે ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ નો-ગુડ્સ રીટર્ન પોલીસી પર વેપાર કરવાનું શરૂ કર્યું છે. જીએસટી પૂર્વે ડિમાન્ડ કરતાં વધુ પ્રમાણમાં ખરીદી કરવામાં આવતી હતી. તેની સામે ગુડ્સ રીટર્ન થતાં કોઇ કાગળ કામ કરવાની ફરજ રહેતી ન હતી.

મર્યાદિત જથ્થામાં ખરીદી છતાં સમસ્યા
ગણતરીના ઓર્ડર પ્રમાણે ઉત્પાદન થઇ રહ્યું છે. તેમજ મર્યાદિત પ્રમાણમાં બહારગામના વેપારીઓ શહેરમાં કાપડની ખરીદી માટે આવી રહ્યા છે. ત્યારે હાલના સમયે ખરીદ-વેચાણની સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે.ત્યારે 15 થી 20 ટકા ગુડ્સ રીટર્ન આવી રહ્યું છે.ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ યુવરાજ દેસલેના જ્ણાવ્યાનુસાર, છેલ્લાં 4-5 માસથી બંધ થયેલી ગુડ્સ રીટર્નની સમસ્યા જુનની શરૂઆતથી વધી ગઇ છે.

બિઝનેસ રિપોર્ટર | સુરત

ઈદની પણ નિરસ સીઝન રહેવાના કારણે પૂરતા પ્રમાણમાં વેચાણ નહી થયેલા કાપડનું રીટર્ન થવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે રીટર્ન ગુડ્સ સામે ડેબિટ-ક્રેડિટ નોટ તૈયાર કરવાની ભેજામારીથી બચવા ઉદ્યોગકારોએ નો-ગુડ્સ રીટર્નની શરત પર માલ વેચવાનું શરૂ કરી દીધું છે.

હાલના સમયે નહીવત સમાન વેપાર છે ત્યારે 400 ટ્રક સામે માત્ર 70 થી 80 ટ્રક મારફતે ડિલીવર થતાં ગુડ્સ પૈકી 15 જેટલા ટ્રકમાં ગુડ્સ રીટર્ન થઇ રહ્યું છે. છેલ્લાં લાંબાં સમયથી ટેકસટાઇલમાં ઉત્પાદનની સાથે વેચાણમાં પણ મંદી જોવા મળી રહી છે. ત્યારે ઈદની સીઝન પછી રોજ 20 થી 30 ટકા વેચેલો માલ પરત આવી રહ્યો છે. જેની સામે ડેબિટ અને ક્રેડિટ નોટ ઇશ્યુ કરવાની હેરાનગતિ સામે ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ નો-ગુડ્સ રીટર્ન પોલીસી પર વેપાર કરવાનું શરૂ કર્યું છે. જીએસટી પૂર્વે ડિમાન્ડ કરતાં વધુ પ્રમાણમાં ખરીદી કરવામાં આવતી હતી. તેની સામે ગુડ્સ રીટર્ન થતાં કોઇ કાગળ કામ કરવાની ફરજ રહેતી ન હતી.

અન્ય સમાચારો પણ છે...