તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 35 સુરતી રાઇડર્સ રેવદાંડા ગામની માટી રશિયા પહોંચાડશે

35 સુરતી રાઇડર્સ રેવદાંડા ગામની માટી રશિયા પહોંચાડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોર્ટુગીઝ યાત્રી વાસ્કો-ડી -ગામા જ્યારે ભારત આવ્યા એ ઘટનાના 27 વર્ષ પહેલા 1469માં ભારત પહોંચનાર રશિયન યાત્રી અફાંસી નિક્તિન ભારત આવ્યા હતાં. તેઓ મહારાષ્ટ્રના રેવદાંડા ગામે ઉતર્યાં હતાં. ઇન્ડો-રશિયન સંસ્કૃતિનું આદાન-પ્રદાન થઇ શકે એ માટે સુરતના 35 બાઇક રાઇડર્સ આગળ આવ્યા અને રેવદાંડા ગામની માટીને અફાંસી નિક્તિનના ગામ પૈતૃકમાં લઇ જવાનું નક્કી કર્યું. સુપર બાઇકર્સ ક્લબના 35 સભ્યો આ ઉદ્દેશને પુરો કરવા માટે શુક્રવારે મુંબઇ જવા રવાના થયા હતાં અને મુંબઇથી મોસ્કો જઇને બાઇક પર 2200 કિલોમીટરનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં સુરતના 35 રાઇડર્સે રશિયાના 7 શહેરોની મુલાકાત લેશે. આ પ્રકારની ટુરનું આયોજન કરનાર સુપર બાઇકર્સ ક્લબ ભારતનું પ્રથમ ક્લબ છે.

ફ્લેગ ઓફ | ભારતની ભૂમિમાં પ્રથમવાર ભારત આવનાર રશિયન યાત્રી અફાંસી નિક્તિન જે ગામમાં પ્રથમવાર આવ્યા હતાં, એ ગામની માટી લઇને મોસ્કો જશે
રશિયાના સાત શહેરોમાં 2200 કિમીની બાઇક રાઇડ કરશે
સુપર બાઇકર્સ ક્લબના ધ્વનિલ પટેલએ જણાવ્યુ હતું કે ‘ભારત અને રશિયાના સંબંધોને વધારે મજબૂત બનાવવાના અને બંન્ને દેશોની સંસ્કૃતિને જાણવવાના ઉદ્દેશથી ભારતના રશિયન સૂચના કેન્દ્રની મદદથી સુરત સુપર બાઈકર ક્લબ ઈંડો-રશિયન ફ્રેડશિપ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાઇડમાં 35 સભ્યો 12 દિવસ સુધી મોસ્કોની બાઇક રાઇડ કરશે. 4 જૂને અમે અફાંસી નિક્તિનનાં પૈતૃક ગામ પહોંચીને ત્યાંના રાજકીય કાર્યક્રમમાં હાજરી આપીશું. અમે મહારાષ્ટ્રના રેવદાંડા ગામની માટી સાથે લઇ જશું અને ફિલ્ડોશિયામાં અફાંસીનું સ્મારક છે, ત્યા આ માટીને અર્પણ કરીશું. ત્યાર બાદ અમે મોસ્કોના સાત શહેરોમાં ફરીને ભારતીય સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરીશું.

અફાંસીના ગામમાં જઇને રેવદાંડા ગામની માટી અર્પણ કરશે
સુરત સુપર બાઈકર્સ ક્લબના 35 સભ્યો મોસ્કોથી બીએમડબલ્યૂ મોટર સાઈકલથી 3 જૂને ચાર વાગ્યે નીકળી 350 કિમી દૂર અફાંસી નિકિતનનાં ગામ પહોંચશે. અહીં રાજકીય કાર્યક્રમમાં ભાગ લેશે, ત્યાર બાદ રશિયાની આર્થિક રાજધાની સેંટ પિટ્સબર્ગ પહોંચશે. ત્યાંથી પસ્કોચ, દેરબોવેઝ જેવા અન્ય શહેરોમાં સફર કરશે. ત્યારપછી 11 જૂને તેઓ મોસ્કો એરપોર્ટથી ભારત પાછા ફરશે. આ 12 દિવસીય સફરમાં સુરતી બાઈકર્સ 2200 કિ.મી.નું કુલ અંતર આવરી 7 રશિયન નગરોથી સવારી કરશે.

ભારતમાં રશિયન માહિતી કેન્દ્ર વિશે :
આરઆઇસી 2013માં ભારતમાં બિન-વાણિજિયક સંસ્થા તરીકે શરૂ કરવામાં આવી હતી, જેમાં સામાજિક-સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને પર્યટનના માધ્યમથી ઇન્ડો-રશિયન સંબંધોના નિર્માણ માટે સ્પષ્ટ ધ્યેય છે. આરઆઇસી બે રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના પ્રવાસ અને ઘટનાઓનું આયોજન કરે છે. આરઆઇસી મુંબઈ અને સેન્ટ પીટ્સબર્ગમાં તેના ઓડિશન ધરાવે છે.

20 હજાર બાઇકર્સ યુરોપમાં રાઇડ યોજી હતી
એસએસસી ક્લબે 2 વર્ષ પહેલા 2016માં ઓસ્ટ્રેલિયાના બાઈકર્સ ક્લબ દ્વારા આયોજિત વિશ્વ સ્તરીય બાઈક રાઈડમાં ભાગ લીધો હતો. ત્યારે દુનિયાભરમાંથી 15 થી 20 હજાર બાઈકર્સ ભેગા થયા હતાં. ભેગા થયેલા આ બાઇકર્સ યુરોપના 8 દેશો સ્પેન, ફ્રાંસ, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની , બ્રિટન, પોર્ટુગલ. ઓસ્ટ્રિયા જેવા દેશોમાં બાઈક પર અંતર કાપ્યું હતું. વૈશ્વિક સ્તરે થનારી આ પ્રકારની બાઈક રાઈડમાં સુરત સુપર બાઈકર્સ ક્લબ ભારતનું પહેલું ક્લબ હતું.

અન્ય સમાચારો પણ છે...