તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat રેલવે ટ્રેક પર ઉધનાથી ઉત્રાણ 13 કિમી લાંબી અને 12 ફૂટ ઊંચી દીવાલ બનશે

રેલવે ટ્રેક પર ઉધનાથી ઉત્રાણ 13 કિમી લાંબી અને 12 ફૂટ ઊંચી દીવાલ બનશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઉધના -સુરત-ઉત્રાણ રેલવે સ્ટેશન વચ્ચે બનાવવામાં આવનારી લગભગ 13 કિમિ લાંબી દીવાલના કામનું ગુરુવારે સાંસદ દર્શના જરદોષે ખાતમુહૂર્ત કર્યું હતું આ દીવાલ અશ્વનીકુમાર સુધી રેલવે બ્રિજની શરૂઆત સુધી બનાવવામાં આવશે.

ટ્રેકની બંને તરફ દીવાલ બનાવવા માટે રેલવે દ્વારા 2.5 કરોડ રૂપિયામાં કામ આપવામાં આવ્યું છે.દીવાલ બની ગયા બાદ મુસાફરો સાથે થતી સ્નેચિંગની ઘટનાઓ તેમજ ગેરકાયદેસર રીતે કરવામાં આવતું રેલવે ક્રોસિંગ અટકી જવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલું જ નહિ પણ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલી કેટલીક જગ્યાઓ પણ સુરક્ષિત થઇ જશે.ગુરુવારે સાંસદ દર્શના જરદોશ દ્વારા પાર્સલ ઓફિસ પાસે દીવાલની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. જેમાં મેયર,સ્થાનિક ધારાસભ્ય ,સ્ટેશન ડાયરેક્ટર,ઝેડઆરયુસીસીના સભ્ય સહિતના હાજર રહ્યા હતા. આ દીવાલ 12 ફૂટ સુધીની ઊંચાઈની બનાવાશે અને કોઈ દીવાલ ચડી ન જાય એ માટે કાચના ટુકડાઓ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટ્રેન ઉથલાવવા અને પથ્થરમારા સહિતની ઘટનાઓ બાદ રેલવે તંત્ર સુરક્ષા બાબતે સજાગ થયું હતું અને દીવાલ બનાવવાની કામગીરી ઝડપભેર શરુ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...