• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - IPL સટ્ટામાં 5 લાખ ગુમાવનાર હીરા મેનેજરનો મૃતદેહ તાપીમાંથી મળ્યો

IPL સટ્ટામાં 5 લાખ ગુમાવનાર હીરા મેનેજરનો મૃતદેહ તાપીમાંથી મળ્યો

વરાછામાં રહેતા હીરા મેનેજર ગઈ 11મી સપ્ટેમ્બરથી ગુમ હતા સટ્ટામાં હારી જતાં આર્થિક ભીંસથી આપઘાત કર્યાની...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - IPL સટ્ટામાં 5 લાખ ગુમાવનાર હીરા મેનેજરનો મૃતદેહ તાપીમાંથી મળ્યો
આઈપીએલના સટ્ટામાં રૂ.5 લાખ ગુમાવી દીધા બાદ ચાર દિવસથી ગુમ થયેલા વરાછાના હીરાના કારખાનાના મેનેજરનો શુક્રવારે ઉતરાણ પાસે તાપી નદીના કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. સટ્ટામાં હારી રૂપિયા ગુમાવી દેતા ભીંસમાં આવી ગયા હોવાથી તેમણે તાપીમાં પડતું મુકી આપઘાત કર્યો હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.

વરાછા પુણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલા રેશમ ભવન ખાતે રહેતા કિશોરભાઈ વેલજીભાઈ દેલવાડીયા(49) હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. ગઈ તા.11મી સપ્ટેમ્બરના રોજથી તેઓ ગુમ થઈ ગયા હતા. જેથી તેમના પરિવારે તેમની શોધખોળ પણ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. શુક્રવારે સાંજે ઉતરાણ રાજપુત ફળીયાની પાછળ તાપી નદીના કિનારેથી પાણીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં કિશોરભાઈએ આઈપીએલના સટ્ટામાં રૂ.5 લાખ ગુમાવી દીધા હોવાનું સામે આવ્યું હતું. જેથી સટ્ટામાં નાણા ડુબી જતા હતાશ થઈ તેમણે આપઘાતનું પગલુ ભરી લીધું હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી.

X
Surat - IPL સટ્ટામાં 5 લાખ ગુમાવનાર હીરા મેનેજરનો મૃતદેહ તાપીમાંથી મળ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App