તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વહેલી સવારે ગાઢ ધુમ્મસ, માંડ 10 ફૂટની વિઝિબિલિટી રહેતાં ટ્રેનો લેઇટ

વહેલી સવારે ગાઢ ધુમ્મસ, માંડ 10 ફૂટની વિઝિબિલિટી રહેતાં ટ્રેનો લેઇટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીળા રંગની વેવલેન્થ વધું હોવાથી તેનો ફોગ લાઇટ તરીકે ઉપયોગ થાય છે

સ્પીડ ઘટાડી દેવાતાં ટ્રેનો 1 કલાકથી વધુ મોડી પડી

વેસ્ટર્નડિસ્ટર્બન્સને કારણે શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતાં 10 ફૂટ દૂરનું પણ નિહાળી શકાતું નહોતું, જેથી સવારે રોડ પર નાના મોટા અકસ્માત થયા હતા તેમજ વહેલી સવારે વડોદરાથી સુરત અને મુંબઇથી સુરત આવતી મોટા ભાગની ટ્રેનો 15 મિનિટથી 2:20 કલાક સુધી મોડી પડી હતી.

હવામાન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત સહિત રાજ્યમાં વાદળછાયા વાતવરણ વચ્ચે હાલ ઉત્તર પશ્ચિમી ઠંડા પવન ચાલુ રહેતા સવાર-સાંજે લોકોને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જોકે બપોરના સમયે લોકોને ગરમીના કારણે લોકોએ એસી ચાલુ કરવા પડે છે. આમ ડબલ ઋતુના કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે. શુક્રવારે રાજ્યના મોટા ભાગના શહેરોનું મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17થી 19 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે સુરત શહેરનું મહત્તમ તપામાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 98 ટકા અને સાંજે 35 ટકા રહ્યું હતું. આગામી એકાદ-બે દિવસ સુધી શહેરમાં પ્રમાણેનું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગાઢ ધુમ્મસના કારણે સુરત સ્ટેશન પર આવતી-જતી મોટા ભાગની ટ્રેનો પણ મોડી પડી હતી. વહેલી સવારે વડોદરાથી સુરત તરફ આવતી અને મુંબઇથી સુરત આવતી ટ્રેનો મોડી દોડી હતી.તેમાં પણ લાંબા અંતરની ટ્રેનો 1 કલાક કરતાં વધુ મોડી દોડી હતી. વહેલી સવારે સમગ્ર વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. તેમાં પણ સવારે ચારથી કલાકના અરસામાં તો 10 ફૂટ દૂરના અંતરે પણ જોઇ શકાય તેવી પરિસ્થિતિ નહીં હોવાથી ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. સુરત સ્ટેશન પર સવારના સમયે આવતી તમામ ટ્રેનોની સ્પીડમાં ઘટાડો થતાં ટ્રેનો 1 કલાક કરતાં વધુ મોડી પડી હતી. ટ્રેનો મોડી પડવાને કારણે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોએ પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. કામધંધે જનારા અનેક યાત્રીઓએ બારે અકળામણનો અનુભવ કર્યો હતો.

મોસમનો મિજાજ | વહેલી સવારે ધુમ્મસ વચ્ચે સુરતમાં હિલસ્ટેશન જેવો માહોલ છવાયો

સુરત સહિત અનેક સ્ટેશને યાત્રી અટવાયા, હજી બે દિવસ ધુમ્મસ-વાદળો રહેવાની વકી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ | એક રાતમાં વાતાવરણમાં પલટો, સવાર-સાંજ ઠંડક તો બપોરે ગરમી

શુક્રવારે વહેલી સવારે શહેરમાં ગાઢ ધુમ્મસની અસર વચ્ચે રેલવે ટ્રેક પર તો થોડા અંતર પછી દૃશ્ય ગાયબ થઈ જતું ભાસતું હતું.

ગરીબરથ 1:10 કલાક

રાજધાની 1:20 કલાક

અગસ્ત ક્રાંતિ 2:20 કલાક

અમદાવાદ પેસેન્જર 30 મિનિટ

ગાંધીધામ 1:00 કલાક

સૂર્યનગરી 0:40 કલાક

દાદર-અજમેર 0:25 કલાક

કઈ ટ્રેન કેટલી મોડી

અન્ય સમાચારો પણ છે...