તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગંભીર ગુનાઓમાં પોલીસ પરપ્રાંતિય FOPની મદદ લેશે

ગંભીર ગુનાઓમાં પોલીસ પરપ્રાંતિય FOPની મદદ લેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઉધના, પાંડેસરા, લિંબાયત, ડિંડોલી, અમરોલી, સચિન, સચિન જીઆઇડીસી વિસ્તારોમાં બનતા ગુનાઓમાં ઘણા ફરિયાદી તથા આરોપી પરપ્રાંતિય હોય છે. આવા સંજોગોમાં શકમંદોની પૂછપરછ તથા ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને ભાષાને કારણે ઘણી તકલીફ પડતી હોય છે. આવું થાય અને તપાસ યોગ્ય દિશામાં આગળ વધી શકે તે માટે પોલીસ હવે તપાસ દરમિયાન પરપ્રાંતિય એફઓપીની મદદ લેશે.

પોલીસને ઉડિયા, કન્નડ, બંગાળી, તેલગુ જેવી ભાષામાં જ્યારે કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધાવવા માટે આવે તો પોલીસને પરસેવો છૂટી જાય છે. ઉપરાંત આવી ભાષા બોલનારા કેટલાક લોકોની જ્યારે પૂછપરછ કરવાની હોય ત્યારે તે વ્યક્તિ શું બોલે છે તે પોલીસને સમજાતું નથી.

ભાષાની મુશ્કેલીને કારણે પોલીસની તપાસ ધીમી પડી જાય છે. આવું થાય અને ગંભીર ગુના હોય ત્યારે પોલીસને ભાષાની કોઈ અડચણ નડે તે માટે શહેરમાં રહેતા અલગ અલગ સમાજ તથા પ્રાંતના લોકોને એફઓપી બનાવી તેમની મદદ પોલીસ લેશે.

ભાષા તકલીફમાં આરોપી ફાવી જાય છે

અન્ય સમાચારો પણ છે...