સિટીલાઇટ રોડ પર પુત્રએ જ માતાને ચપ્પુ મારી દીધું

મેિડકલવાળાએ કહ્યું alt145તમારી દીકરી મને ગમે છેalt146 કહેતાં પુત્ર ઉશ્કેરાયો અને માતાને ઇજા પહોંચાડી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - સિટીલાઇટ રોડ પર પુત્રએ જ માતાને ચપ્પુ મારી દીધું
સિટી લાઇટ રોડ પર, અશોક પાનની સામે ભગવતી આશિષ એપાર્ટમેન્ટના વોચમેનની રૂમમાં રહેતા બસંતીબહેન ભીમસિંગ ગોરખાએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈ તા. 14મીએ રાત્રે સાડા નવ વાગ્યે તેમના પુત્ર રવિએ તેમને શાકસમારવાનું ચપ્પુ ગળાના જમણા ભાગે મારી દીધું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ બસંતીબહેન તેમના મકાનની સામે આવેલા એક મેડિકલ સ્ટોરવાળા પ્રવીણભાઈ સાથે મજાકમાં વાતો કરી રહ્યા હતા. જેમાં પ્રવીણભાઈએ એવું કહ્યું હતું કે તારી દીકરી મને ગમે છે. સામે બસંતીબહેન પણ મજાક કરતા હતા. તે વખતે રવિ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે પૂછ્યું પ્રવીણ તારી સાથે શું વાત કરતો હતોω માતાએ કહ્યું કે પ્રવીણભાઈ મને મજાકમાં કહેતો હતો કે તારી (રવિની) બહેન મને ગમે છે. જેના કારણે રવિ ઉશ્કેરાઈ ગયો હતો અને ચપ્પુ મારી દીધું હતું.

X
Surat - સિટીલાઇટ રોડ પર પુત્રએ જ માતાને ચપ્પુ મારી દીધું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App