તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારો 37.6 ડિગ્રી પર પહોંચતાં લોકો ત્રાહિમામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરના તાપમાનમાં થઇ રહેલા વધારાથી શહેરીજનો અકળાય ઉઠ્યા છે. ગુરૂવારે તાપમાનનો પોરા 37.6 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપ સાથે પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ બે દિવસ ગરમી વધવાની શક્યતા રહેલી છે. બુધવારે શહેરમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યા બાદ ગુરૂવારે તાપમાનનો પારો ઉંચો જતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે શહેરનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને નુન્યતમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજના પ્રમાણમાં વધારો થતા 61 ટકો પહોંચતા આકરા તાપ સાથે શહેરીજનો પરસેેવે રેબઝેબ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...