દેવું વધી જતાં હીરાવેપારીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

માથે દેવું વધી જતાં હીરા વેપારીઓ આપઘાત કરી લીધો હતો. હીરાબાગ લક્ષ્મી હોટલની પાછળ ક્રિષ્ના નગર સોસાયટી ખાતે રહેતા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - દેવું વધી જતાં હીરાવેપારીએ ઝેરી દવા પી આપઘાત કર્યો
માથે દેવું વધી જતાં હીરા વેપારીઓ આપઘાત કરી લીધો હતો. હીરાબાગ લક્ષ્મી હોટલની પાછળ ક્રિષ્ના નગર સોસાયટી ખાતે રહેતા મહેશભાઈ મોહનભાઈ અણઘણ(43) હીરાનો વેપાર કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી ધંધામાં નુકશાન થતા તેમના માથે દેવું થઈ ગયું હતું. જેથી તેઓ હતાશ થઈ ગયા હતા. શુક્રવારે તેમણે પોતાના ઘરે અનાજમાં નાંખવાના ટીકડા ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તેમના પુત્ર મહિરે સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટુકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરાછા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

X
Surat - દેવું વધી જતાં હીરાવેપારીએ ઝેરી દવા પી આપઘાત કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App