પતિ સાથે જોઇન્ટ ખાતું ખોલાવતાં પત્નીએ રૂપિયા 6 લાખ ગુમાવ્યા

દિલ્હી ખાતે પરણેલી 27 વર્ષીય પરિણીતાને તેના જ પતિએ માનસિક ત્રાસથી કંટાળી પિયર સુરતમાં રહેવા આવી છે. જોકે તેના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - પતિ સાથે જોઇન્ટ ખાતું ખોલાવતાં પત્નીએ રૂપિયા 6 લાખ ગુમાવ્યા
દિલ્હી ખાતે પરણેલી 27 વર્ષીય પરિણીતાને તેના જ પતિએ માનસિક ત્રાસથી કંટાળી પિયર સુરતમાં રહેવા આવી છે. જોકે તેના ખાતામાંથી પતિએ 6 લાખની રકમ ઉપાડી લીધી હતી. 5 લાખ ઓનલાઈન ટ્રાન્સફર અને એક લાખની ઈએનએફટી તેમજ આરટીજીએસ દ્વારા કરી હતી. વધુમાં મહિલા જ્યારે તેના પતિ સાથે દિલ્હી ખાતે રહેતી હતી તે વખતે સેલેરી એકાઉન્ટ ખુલતું ન હોવાથી પતિ સાથે જોઈન્ટમાં સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરમાં ખાતું ખોલાવ્યું હતું. છેવટે પતિએ લાખોની ઠગાઈ કરી ઉપરથી દહેજ માટે ત્રાસ આપતો હોવાથી સુરત પિયરમાં આવી અડાજણ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે પતિ હેમલ જયેશ ટેલર, સસરા-જયેશ શશિકાંત સુરતી અને સાસુ કુંતીબેન જયેશ સુરતી (ત્રણેય રહે, વેસ્ટ દિલ્હી)ની સામે ગુનો નોંધ્યો છે.

X
Surat - પતિ સાથે જોઇન્ટ ખાતું ખોલાવતાં પત્નીએ રૂપિયા 6 લાખ ગુમાવ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App