તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat સારોલીના યુવકે ડિપ્રેશનમાં દવા પી જીવન ટુંકાવ્યું

સારોલીના યુવકે ડિપ્રેશનમાં દવા પી જીવન ટુંકાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સારોલીના યુવકે ડિપ્રેશનમાં દવા પી જીવન ટુંકાવ્યું
સુરત | સારોલી લેન્ડમાર્ક સામે મોડલ ટાઉન પાર્ક ખાતે રહેતા નાગર હરિરામ શર્મા (35) માર્કેટમાં નોકરી કરતા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતા હતા. બુધવારે બપોરે તેમણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય એક બનાવમાં બોમ્બે માર્કેટ પુણા ગામ રોડ ઈશ્વરનગર ખાતે રહેતા વલ્લભભાઈ બારૈયા ઈલેક્ટ્રિકની દુકાન ધરાવે છે. તેમની પત્ની વીમબેન (40)એ બુધવારના રોજ મોડી સાંજે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં વરાછા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે, તેમણે ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...