પરવટગામે દુકાનમાંથી 17 ફોન અને લેપટોપ મળી 1.70 લાખની ચોરી

પરવટગામના ગાયત્રીનગરમાં આ‌વેલી મોબાઈલની એક દુકાનમાં 11મી તારીખે મધરાત્રે ચોરોએ દુકાનના તાળા તોડીને 17 મોબાઈલ અને...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - પરવટગામે દુકાનમાંથી 17 ફોન અને લેપટોપ મળી 1.70 લાખની ચોરી
પરવટગામના ગાયત્રીનગરમાં આ‌વેલી મોબાઈલની એક દુકાનમાં 11મી તારીખે મધરાત્રે ચોરોએ દુકાનના તાળા તોડીને 17 મોબાઈલ અને લેપટોપ સહિત 1.70 લાખની ચોરી કરી ગયા હતા. દુકાન માલિક વિજય રંજક શિવલાલએ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વિજયભાઇ 11મી તારીખે મોડી સાંજે દુકાન બંધ કરી રાબેતા સમય પ્રમાણે ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે દુકાનના તાળા તૂટેલા હોવાની બાજુના દુકાનદારે જાણ કરી હતી. દુકાનના શટલને કોઈ સાધન વડે તોડીને તસ્કરોએ ચોરી કરી હતી. જયારે દુકાનમાં સીસીટીવી કેમેરા પણ ન હતા. આજુબાજુના સીસીટીવી કેમેરાના આધારે પોલીસે ચોર ટોળકીને શોધવા કવાયત હાથ ધરી છે.

X
Surat - પરવટગામે દુકાનમાંથી 17 ફોન અને લેપટોપ મળી 1.70 લાખની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App