Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - આજે સતત ત્રીજો રવિવાર! એમ્બ્રો. કારખાનાંઓ ધમધમશે કે ધમાલ થશે

આજે સતત ત્રીજો રવિવાર! એમ્બ્રો. કારખાનાંઓ ધમધમશે કે ધમાલ થશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:51 AM

છેલ્લા 2 રવિવારથી અેમ્બ્રોઇડરીના કારીગરોએ રજા અને પગાર મામલે ધમાલ કરી હતી

  • Surat - આજે સતત ત્રીજો રવિવાર! એમ્બ્રો. કારખાનાંઓ ધમધમશે કે ધમાલ થશે
    બિઝનેસ રિપોર્ટર | સુરત : શુક્રવારે શ્રમ વિભાગ અને એમ્બ્રોઇડરી એસોસિએશનને આવેદન આપી પોતાની 7 માગણી મૂકનાર કારીગર વર્ગ આજે સતત ત્રીજા રવિવારે રજા પાડવા માટે અડગ છે. ત્યારે પોલીસ પ્રોટેક્શનમાં કારખાનાંઓ ધમધમતાં રાખવાના નિર્ણય પર એમ્બ્રોઇડરી એસોસિએશન પણ અણનમ છે. દરમિયાન આજે એમ્બ્રોઇડરી એસોસિએશનની મીટિંગ મળશે., જેમાં યુનિયન દ્વારા કરવામાં આવેલી માગણીઓ અંગે નિર્ણય કરાશે.

    એમ્બ્રોઇડરી એસો.ની આજે મીટિંગ, યુનિયનની માંગણી અંગે નિર્ણય કરાશે

    બે રવિવારથી એમ્બ્રોઇડરી સાથે સંકળાયેલા કારીગરની આડમાં તોફાની તત્ત્વો રવિવારની રજા પગાર સાથે આપવાની માગણી કરવામાં આવી રહી છે. જે મુદ્દે થોડા દિવસ અગાઉ એમ્બ્રોઇડરી એસો., કારીગર યુનિયન, પોલીસ ડિપાર્ટમેન્ટની મીટિંગ મળી હતી. જેમાં રવિવારે રજા અને પગાર માટે ધમાલ નહીં કરવા યુનિયન દ્વારા બાંયધરી અપાઈ છે. ત્રીજા રવિવારે કારખાનાં કાર્યરત રાખવા એસોસિએશન અણનમ છે તો રવિવારની રજાની માંગને લઇને કારીગર યુનિયન પણ તેમના નિર્ણય પર અડગ છે. આ અંગે ઇન્ટુકના મહામંત્રી શાન ખાને કહ્યું કે, અમે તમામ કારીગરોને રવિવારે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રજા પાડવા કહ્યું છે. કોઇ પણ પ્રકારની ધમાલ નહીં કરવાનું સૂચન કર્યું છે. આ સાથે જેઓ રજા પાડવાના સમર્થનમાં છે તેમને પણ જણાવી દેવાયું છે કે જે કારીગર કામે જવા ઇચ્છે છે તેને જવા દો. જો 50 ટકા પણ કારીગરો રજા પાડશે તો અમારી માગણીને સ્વીકારવા એસોસિએશન પર દબાણ બનશે.

    કારીગરો સાથે આવેલા તોફાનીઓની ધમકી

    કારીગરોની સાથે અન્ય 4-5 તોફાની તત્ત્વો જેવા દેખાતા લોકો આવીને અન્ય કારીગરોને રવિવારની રજા પાડવા માટે ધમકાવી ગયા છે. જેને લઇને ગભરાયેલા કારીગરો રજા રાખવાનું ખાતેદારને કહી ગયા છે. શ્રવણ જોશી, પ્રમુખ, આંજણા એમ્બ્રો. ઓનર્સ એસોસિએશન.

    માગણી સંતોષાય તેમ નથી જોકે, ચર્ચા કરી ઉકેલ લાવીશું

    અમને યુનિયનનું આવેદન મળી ગયું છે. આજે અમે તમામ એસોસિએશનન અને ઉદ્યોગકારો સાથે મીટિંગ કરીને તેમની માગણીઓ અંગે નિર્ણય કરીશું. તમામ માગણીઓ સંતોષાય તેમ નથી. જોકે, ચર્ચા કરીને ઉકેલ લાવીશું. દિનેશ અણઘણ,પ્રમુખ,સાઉથ ગુજરાત એમ્બ્રોડરી એસોસિએશન

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ