તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ બિલો બનાવનાર જયેશ દેસાઈની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | પાંચ હજાર કરોડના હવાલા કાંડમાં સુરતના અફરોજ ફટ્ટાને ખોટાં બિલો બનાવી આપી યુએઇમાં પોતાની કંપની શરૂ કરી કરોડોના હવાલા રેકેટમાં સંડોવાયેલા આરોપી જયેશ દેસાઇની ઈડી દ્વારા ધરપકડ કરી તેને 23મી સુધીના રિમાન્ડ પર મેળવ્યો છે. આરોપીની અગાઉ મુંબઇ ઇડીએ સોનાના હવાલામાં ધરપકડ કર્યા બાદ આ કેસમાં ટ્રાન્સફર વોરંટને આધારે ધરપકડ કરાઈ હતી.

મુંબઈ ઈડીએ સોનાના હવાલામાં ધરપકડ કર્યા બાદ જયેશને અમદાવાદ ટ્રાન્સ્ફર વોરંટથી લવાયો
સુરત કસ્ટમ વિભાગ દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને મળેલી માહિતી પ્રમાણે સુરતની ડાયમંડ કંપની હારમની ડાયમંડ, અગ્ની જેમ્સ અને આરએ ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા આઇસીઆઇસીઆઇ બેંક સુરતના તેમના એકાઉન્ટમાં ખોટાં બિલો રજૂ કરી ફોરેન નાણાં મોકલવામાં આવ્યાં હતાં. કસ્ટમ વિભાગના બોગસ બિલો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ટ્રાન્ઝેકશનમાં કુલ 5395. 75 કરોડની રકમ આઇસીઆઇસીઆઇ બેંકના આ કંપનીના ખાતામાંથી વિદેશ મોકલાયા હતા. હોંગકોંગ અને યુએઇની કંપનીઓમાં આ રકમ મોકલવામાં આવી હતી. તપાસ દર્શાવે છેકે, એક્સીસ બેંક મારફતે આઇસીઆઇસીઆઇમાં આરટીજીએસ મારફતે નાણાં આવ્યાં હતાં. ભારતની અલગ અલગ ફર્મ દ્વારા આ નાણાંકીય વ્યવહારો થયા હતા. સુરત આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી.

જયેશની ભુમિકા શું ?
મદનલાલ જૈનના નિવેદનમાં એ હકીકત બહાર આવી હતીકે, જયેશ દેસાઇ દુબઇ ખાતે રહી ડાયમંડનો ધંધો કરતો હતો. મદનલાલ પાસે આ પ્રકારનાં બોગસ બિલ જયેશ લઇને આવ્યો હતો. જયેશ અને અફરોઝ ફટ્ટા પૃથ્વીરાજ કોઠારી સાથે મળીને હોંગકોગ અને યુએઇ ગેરકાયદે નાણાં મોકલતાં હતાં. જયેશ દેસાઇની સલાહને આધારે મદનલાલ જૈને દુબાઇમાં મબ્રુક ટ્રેડિંગ નામની કંપની શરૂ કરી હતી. આમ આ કંપનીઓનો ઉપયોગ હવાલા મારફતે નાણાં મોકલવા માટે મોટા પાયે કરવામાં આવતો હતો. બોગસ બિલ નિખિલેશ કક્કડ દ્વારા બનાવવામાં આવતા હતા જોકે તેની પાછળનું ભેજુ જયેશ દેસાઈ હતો.

અન્ય સમાચારો પણ છે...