સુપ્રીમના આદેશ વિરુદ્ધ વકીલો આવેદન આપશે

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આદેશ કર્યો હતો કે વકીલો હડતાળ પાડી શકે નહીં. આ હુકમની સામે હવે વકીલો 17મી સપ્ટેમ્બર...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - સુપ્રીમના આદેશ વિરુદ્ધ વકીલો આવેદન આપશે
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આદેશ કર્યો હતો કે વકીલો હડતાળ પાડી શકે નહીં. આ હુકમની સામે હવે વકીલો 17મી સપ્ટેમ્બર સોમવારના રોજ એક આવેદન શહેરના સાંસદ, કલેકટર અને જિલ્લા ન્યાયાધિશને આવેદન પત્ર આપશે.

આ અંગે વધુ માહિતી આપતા ડિસ્ટ્રીક્ટ બાર એસો.ના પ્રમુખ કીરીટ પાનવાલાએ કહ્યુ કે અગાઉ સુપ્રીમે વકીલોની હડતાળ પર પ્રતિબંધ લાદી દીધો હતો.

માત્ર એક દિવસની સ્ટ્રાઇકની મંજૂરી હતી. પરંતુ લાંબી હડતાળો પર રોક લગાવી દીધી હતી. પરંતુ પાછળથી એક દિવસની સ્ટ્રાઇક પર વકીલો ન પાડી શકે એવુ નોંધ્યુ હતુ. આથી તેની સામે વકીલો 17મી સપ્ટેમ્બર, સોમવારના રોજ આવેદનપત્ર આપશે.

X
Surat - સુપ્રીમના આદેશ વિરુદ્ધ વકીલો આવેદન આપશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App