Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - ગાર્મેન્ટિંગ પોલિસીમાં ફેરફાર કરાય તો વેપારીઓને લાભ થાય : ઉદ્યોગકારો

ગાર્મેન્ટિંગ પોલિસીમાં ફેરફાર કરાય તો વેપારીઓને લાભ થાય : ઉદ્યોગકારો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:51 AM

ગાર્મેન્ટિંગ પોલિસી જાહેર છતાં ઉદ્યોગકારો લાભથી વંચિત શરતોમાં બાંધછોડ કરવા રજૂઆત કરાઈ છતાં કોઈ ઉકેલ...

  • Surat - ગાર્મેન્ટિંગ પોલિસીમાં ફેરફાર કરાય 
 તો વેપારીઓને લાભ થાય : ઉદ્યોગકારો
    સુરત ઃ ગારમેન્ટ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોના બજેટ ફાળવી ગારમેન્ટીંગ પોલિસી અમલમાં લાવવામાં આવી છે. જોકે તેની શરતોમાં 150 મશીન અને 300 કારીગરોનો ઉલ્લેખ હોવાના કારણે ઘણાં ઉદ્યોગકારો પોલીસીનો લાભ લઇ શકતાં નથી.

    જુલાઇ માસમાં દરમ્યાન ગારમેન્ટીંગ પોલીસીનો પ્રચાર કરવા આવેલા ઉદ્યોગ કમિશ્નર મમતા વર્માએ સ્વીકાર્યુ હતું કે, સુરત ટેક્સટાઇલ હબ હોવા છતાં તેનો લાભ સુરતના ઉદ્યોગકારો લઇ રહ્યા નથી. સુરતથી ખાતુ ખોલાવવામાં આવ્યું નથી. સરકાર ગારમેન્ટ સેક્ટરના વિકાસ માટે વધુ રસ ધરાવે છે. ત્યારે ગારમેન્ટીગ પોલીસીમાં ટેક્સટાઇલની અન્ય પોલીસીની સરખામણીએ વીજળી અને કેપીટલ પર વધુ સબસીડી છતાં તેનો લાભ સુરતના ઉદ્યોગકારોને મળી રહ્યો નથી. જેનું મુખ્ય કારણ ગારમેન્ટીંગ પોલીસીની શરતમાં મિનિમમ 150 મશીનો અને 300 લેબર એક ગારમેન્ટીંગ યુનિટ સાથે સંકળાયેલા હોવા જોઇએ. આ અંગે સ્થાનિક ગારમેન્ટસ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો દ્વારા તેમાં ફેરફાર કરી શરતોમાં બાંધછોડા કરવાની રજૂઆત ચાલી રહી છે. તેમ છતાં તેમાં હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. જેના કારણે ગારમેન્ટીંગ પોલીસી માટે કરોડોનું ફંડ ફળવાયું હોવા છતાં સુરતના ઉદ્યોગકારોના ફાળે કશું આવ્યું નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ