20 દિવસમાં યાર્નના ભાવો રૂપિયા 30 સુધી વધી ગયા

POY-FDYમાં દરમાં કિલો દીઠ રૂ.4નો વધારો

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - 20 દિવસમાં યાર્નના ભાવો રૂપિયા 30 સુધી વધી ગયા
સુરત | યાર્નની કિંમતમાં વધારો વિવર્સ માટે ચિંતાનો વિષય બની ગયો છે. દર 15 દિવસે સ્પીનર્સ દ્વારા કિલો દીઠ 2-3 રૂ.નો સીધો વધારો કરી દેવાય છે. શનિવારે એફડીવાય અને પીઓવાય યાર્નમાં રૂ. 4નો કિલોદીઠ વધારો નોંધાતાં 20 દિવસમાં બંનેમાં 25 થી 30 સુધી વધારો નોંધાયો છે. ફ્રન્ટલાઇન સ્પીનર્સે શનિવારે યાર્નની વિવિધ પ્રોડક્ટમાં વધારો જાહેર કર્યો છે. ભાવો વધવા પાછળ ડોલર સામે રૂપિયાનું ધોવાણ તથા ક્રૂડ અોઇલના વધતા ભાવો છે. ભાવો વધારાતાં વિવર્સની હાલત કફોડી બની છે.યાર્નના વધતા ભાવોને કાબુમાં રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એન્ટી પ્રોફિટિયરિંગ કમિટીનું ગઠન કરાયું છતાં ફ્રન્ટલાઇન સ્પીનર્સે કમિટીને પણ નહીં ગણકારતા ભાવ વધારો ચાલુ રાખ્યો છે. બીજીતરફ આ કમિટી દ્વારા સ્થાનિક વીવર્સ આગેવાનો પાસેથી બે થી ત્રણ માસના બિલની નકલની માંગ કરી હતી તેમ છતાં તેના પર કોઇ પગલાં લેવાયા નથી.

PSF યાર્નમાં વધારો

તારીખ કિલો દીઠ વધારો

15 ઓગષ્ટ 3.0 રૂપિયા

31 ઓગષ્ટ 6.0 રૂપિયા

7 સપ્ટેમ્બર 3.0 રૂપિયા

15 સપ્ટેમ્બર 4.5 રૂપિયા

POY યાર્નમાં વધારો

તારીખ કિલો દીઠ વધારો

31 જુલાઇ 2.0 રૂપિયા

15 ઓગસ્ટ 1.5 રૂપિયા

22 ઓગસ્ટ 2.5 રૂપિયા

31 ઓગસ્ટ 5.0 રૂપિયા

7 સપ્ટેમ્બર 4.0 રૂપિયા

15 સપ્ટેમ્બર 4.0 રૂપિયા

X
Surat - 20 દિવસમાં યાર્નના ભાવો રૂપિયા 30 સુધી વધી ગયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App