• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat સિન્ડિકેટ ચૂંટણીમાં ABVPએ ધામેલિયાને ટિકિટ નહીં આપતાં બળવો, અપક્ષ ફોર્મ ભર્યું

સિન્ડિકેટ ચૂંટણીમાં ABVPએ ધામેલિયાને ટિકિટ નહીં આપતાં બળવો, અપક્ષ ફોર્મ ભર્યું

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:51 AM IST
Surat - સિન્ડિકેટ ચૂંટણીમાં ABVPએ ધામેલિયાને 
 ટિકિટ નહીં આપતાં બળવો, અપક્ષ ફોર્મ ભર્યું
વિદ્યાર્થીઓના હિત માટે લડનારા સેનેટ સભ્ય ગણપત ધામેલિયાને એબીવીપીએ વીએનએસજીયુની સિન્ડિકેટની ચૂંટણી લડવાની ટિકિટ નહીં આપતાં તેમણે બળવો કરીને રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની બેઠક માટે ફોર્મ ભરી દીધું છે. એટલું જ નહીં, તેમણે ફોર્મ સાથે એફિડેવિટ પણ આપી છે.

એફિડેવિટમાં તેમણે લખ્યું છે કે, સિન્ડિકેટની ચૂંટણીની ઉમેદવારીનું ફોર્મ પરત ખેચું છું અને સિન્ડિકેટની ચૂંટણી લડવા માંગતો નથી તેવી મારી સહીવાળી અરજી ખોવાઈ ગઈ છે. તે સાથેસાથે ચારથી પાંચ કોરા સહીવાળાં પાનાં પણ ખોવાઈ ગયાં છે. જેથી હું રૂબરૂમાં ફોર્મ પરત ખેંચવાની અરજી આપું તો જ માન્ય રાખવી. તે સાથે શનિવારે કુલપતિ કેમ્પના અને એબીવીપીના મયૂર ચૌહાણ, કિરણ ઘોઘારી, ગૌરાંગ વૈદ્ય, જયરામ ગામીત અને સંકેત શર્માએ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ માટે ફોર્મ ભર્યાં છે.

19મીએ એચઓડી, પ્રિન્સિ. તથા ટીચર્સની સ્ક્રૂટિની

રજિ. ગ્રેજ્યુ.ની સ્ક્રૂટિની કમિટીમાં ડો. કિરણ પંડ્યા અને ડો. પૃથૃલ દેસાઇની નિમણૂક કરાઈ છે. તેવી જ રીતે એચઓડી, પ્રિન્સિપાલ અને ટીચરની સ્ક્રૂટિની કમિટીમાં ડો. માલતીના નરોહાના અને ડો. કે. સી. પોરિયાની નિમણૂક કરાઈ છે. રજિ. ગ્રેજ્યુ.ની 17મીએ અને એચઓડી, પ્રિન્સિપાલ અને ટીચર્સની 19મીએ સ્ક્રૂટિની કરાશે.

કુલપતિ કેમ્પના મત વહંેચાય તેવી સંભાવના

ગણપત ધામેલિયા આ રીતે ઊભા રહેતાં કુલપતિ કેમ્પના મત વહેંચાઈ જાય તેવી સંભાવના છે. ખાસ કરીને ગૌરાંગ વૈદ્ય અને મયૂર ચૌહાણના મત પર તેની અસર પડનારી છે. બીજી તરફ ડો. ચૌહાણ કેમ્પના મત પર પણ થોડીઘણી અસર પડે તેમ છે.

એજ્યુકેશન રિપોર્ટર|સુરત

વિદ્યાર્થીઓના હિત માટે લડનારા સેનેટ સભ્ય ગણપત ધામેલિયાને એબીવીપીએ વીએનએસજીયુની સિન્ડિકેટની ચૂંટણી લડવાની ટિકિટ નહીં આપતાં તેમણે બળવો કરીને રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની બેઠક માટે ફોર્મ ભરી દીધું છે. એટલું જ નહીં, તેમણે ફોર્મ સાથે એફિડેવિટ પણ આપી છે.

એફિડેવિટમાં તેમણે લખ્યું છે કે, સિન્ડિકેટની ચૂંટણીની ઉમેદવારીનું ફોર્મ પરત ખેચું છું અને સિન્ડિકેટની ચૂંટણી લડવા માંગતો નથી તેવી મારી સહીવાળી અરજી ખોવાઈ ગઈ છે. તે સાથેસાથે ચારથી પાંચ કોરા સહીવાળાં પાનાં પણ ખોવાઈ ગયાં છે. જેથી હું રૂબરૂમાં ફોર્મ પરત ખેંચવાની અરજી આપું તો જ માન્ય રાખવી. તે સાથે શનિવારે કુલપતિ કેમ્પના અને એબીવીપીના મયૂર ચૌહાણ, કિરણ ઘોઘારી, ગૌરાંગ વૈદ્ય, જયરામ ગામીત અને સંકેત શર્માએ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ માટે ફોર્મ ભર્યાં છે.

કેતન-મયૂરને તેમના સભ્ય પર ભરોસો ન હતોω

ગણપત દ્વારા એફિડેવિટની ચર્ચા એમ કે, મયૂર ચૌહાણ, કેતન દેસાઇને તેમના જ સભ્ય પર વિશ્વાસ ના હોય તેમણે કનુ ભરવાડ, સંકેત શર્મા, મનીષ કાપડિયા, ગણપત ધામેલિયા ડો. ચૌહાણ કેમ્પને મદદ કરે જેથી તેમની પાસે પહેલેથી જ ફોર્મ પરત ખેંચવાની અરજી લખાવી દીધી હોવાની વાત છે.

X
Surat - સિન્ડિકેટ ચૂંટણીમાં ABVPએ ધામેલિયાને 
 ટિકિટ નહીં આપતાં બળવો, અપક્ષ ફોર્મ ભર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી