ડુમસ દરિયા કિનારે તટરક્ષકદળનું સફાઈ અભિયાન

સ્વચ્છતા સુરતના અધિકારીઓ, કર્મીઓ, એસ્સાર પોર્ટ, નેચર ક્લબ અને અગ્રવાલ વિદ્યા વિહારના વિદ્યાર્થીઓ જોડાયા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - ડુમસ દરિયા કિનારે તટરક્ષકદળનું સફાઈ અભિયાન
ડુમસ દરિયા કિનારે તટરક્ષદળ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં અગ્રવાલ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને 500 કિલો જેટલો કચરો સાફ કર્યો હતો.

ભારતીય તટરક્ષક દળે શનિવારે ડુમસ ચોપાટી પર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ડુમસના દરિયા કિનારે સવારે 8 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી તટરક્ષકના જવાનો દ્વારા સફાઈ કરવામાં આવી હતી. સહેલાણીઓ અને ફેરિયાઓ દ્વારા નાખવામાં આવેલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં દળના સુરતના અધિકારીઓ તથા કર્મચારીઓ, એસ્સાર પોર્ટ, નેચર ક્લબ અને અગ્રવાલ વિદ્યા વિહારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કિનારે ફેલાયેલા 500 કિલો જેટલો નાશ ન પામે તેવો કચરો સાફ કર્યો હતો.

X
Surat - ડુમસ દરિયા કિનારે તટરક્ષકદળનું સફાઈ અભિયાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App