રેઢી લારી પરથી રૂ. 10ના ખમણ ખાઈ લેતાં યુવકની હત્યા કરી નાખી

ચોકમાં ખમણ ખાવાના મામલે હત્યારા ફૂલવાડીના બંને આરોપી ઝબ્બે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - રેઢી લારી પરથી રૂ. 10ના ખમણ ખાઈ લેતાં યુવકની હત્યા કરી નાખી
ક્રાઇમ રિપોર્ટર| સુરત ઃ શુક્રવારે મોડી રાત્રે એકાદ વાગ્યે પણ ખમણની લારી ચાલુ રાખનારા બે ભાઈઓને પોલીસની ગાડી આવી હોવાની શંકા ગઈ. બન્ને ભાઈ લારી રેઢી મૂકી ભાગી ગયા. પરત આવ્યા તો એક યુવક લારી પર ખમણ ખાતો હતો. જેને ‘મેરી લારી સે તુંને ખમન ક્યું ખાયાω એમ કહી મૂઢમાર માર્યો હતો. જેમાં યુવાનનું મોત થતાં મામલો હત્યામાં પરિણમ્યો હતો.

શુક્રવારે રાત્રે એક વાગ્યે પોલીસની ગાડી આવ્યાના ડરે ખમણની લારી મૂકીને બંને ભાઈઓ ભાગી ગયા હતા

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચોકબજાર ચાર રસ્તા, કિલ્લાની સામે જાહેરમાં ખમણની લારી રાત્રે એક વાગ્યા સુધી ચાલુ હતી. દરમિયાન ત્યાંથી કોઈ વાહન પસાર થયું ને પોલીસની ગાડી સમજીને ખમણની લારી ધરાવનારા મોહંમદ સમીર યાકુબ અન્સારી અને મોહંમદ આલમ યાકુબ અન્સારી (બંને રહે: ફૂલવાડી, ચોકબજાર) પોતાની લારી બિનવારસી હાલતમાં મૂકી પોલીસના ડરથી ભાગી છૂટ્યા હતા. જોકે, થોડા સમય પછી આ બન્ને ભાઈ પરત ફર્યા હતા ત્યારે શંકર જમનલાલ ગોરે ત્યાં લારી પર ખમણ જ ખાઈ રહ્યો હતો. તમેને જોઇ ઉશ્કેરાયેલા બન્ને આરોપીઓ સમીર અને આલમએ શંકરને માર મારવાનું શરૂ કરી દીધું હતું. શંકરની પેટમાં, છાતીમાં અને માથાના ભાગે મૂઢમાર લાગવાના કારણે શંકર ગોરેનું મોત થઇ ગયું હતું. એ સાથે જ મારામારીનો મામલો હત્યામાં પરિણમ્યો હતો.માત્ર પાંચ કે દસ રૂપિયાના ખમણના મામલે હત્યા કરનારા આરોપી મોહંમદ સમીર અન્સારી અને મોહંમદ આલમ યાકુબને પોલીસે પકડી પાડ્યા છે. વધુ તપાસ પોઈ એસ.બી. ભરવાડ કરી રહ્યા છે.

X
Surat - રેઢી લારી પરથી રૂ. 10ના ખમણ ખાઈ લેતાં યુવકની હત્યા કરી નાખી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App