નિર્ધારિત સમયે જ કામ કરવાથી ઉત્પાદકતા ઘટે છે

ટાઈમ મેનેજમેન્ટ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - નિર્ધારિત સમયે જ કામ કરવાથી ઉત્પાદકતા ઘટે છે
સમાજની જેમ કામની આદતોમાં પણ ટોળાનું અનુકરણ કરાય છે અને માન્યતાને અનુરૂપ જીવવાનું પસંદ કરાય છે. જો તમે આ બધાથી બગાવત કરીને પોતાની રીતે કામ કરો તો લોકો તમને માથાફરેલની પદવી આપી દે છે. દાખલા તરીકે આપણામાંથી મોટા ભાગના લોકો સોમવારથી શુક્રવાર સુધી નોકરી કરે છે અને શનિવારે ખરીદી કરવા નીકળે છે. ત્યારે દુકાનોમાં સૌથી વધુ ભીડ હોય છે. રવિવારે મોટા ભાગના લોકો દૂરના કોઇ સ્થળે ફરવા જતા રહે છે. દરિયાકાંઠે ભીડ જમાવે છે અથવા જંગલની ખૂબસૂરતી માણવા નીકળી પડે છે. જ્યારે આપણને ઇચ્છીત એકાંત અને સ્થાન ત્યારે મળે છે કે જ્યારે આપણે અઠવાડિયાની વચ્ચે પ્રવાસ કરીએ કે જ્યારે બીજા લોકો કામ પર હોય છે. સૌથી પ્રભાવશાળી લોકો વહેણ સાથે વહેતા નથી. તેમનામાં થોડી બિનપરંપરાગત થવાની વૃત્તિ હોય છે. વ્યસ્ત કર્મચારી સામાન્ય રીતે ઓફિસમાં સૌથી પહેલો આવે છે. કામકાજના સામાન્ય કલાકોામં સૌથી વધુ અડચણો આવે છે. તેનો મતલબ એ છે કે તમારે વધારાના સમયમાં કામ કરવાનું છે. કામ કરવાનો યોગ્ય સમય પસંદ કરીને તમે તમારી ટીમની ઉત્પાદકતા ઘણી સુધારી શકો છો. કામને સૌથી પ્રભાવી સમય પર કરો અને બાકીનો સમય વધારાની ઉત્પાદકતા માટે ફાળવો.

X
Surat - નિર્ધારિત સમયે જ કામ કરવાથી ઉત્પાદકતા ઘટે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App