ભાઠેનામાં એમ્બ્રોઈડરીના કારખાનામાં ભીષણ આગ

એમ્બ્રોઈડરી મશીન, સીલાઈ મશીન તેમજ સાડીઓનો જથ્થો બળીને ખાખ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:51 AM
Surat - ભાઠેનામાં એમ્બ્રોઈડરીના કારખાનામાં ભીષણ આગ
ભાઠેનામાં એમ્બ્રોઈડરીના કારખાનામાં શોટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. આગમાં એમ્બ્રોઈડરી મશીનરી તેમજ સાડીઓનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

ભાઠેના શિવશંભુ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલા જય માતાજી ક્રિએશન નામના એમ્બ્રોઈડરીના કારખાનામાં શનિવારે સવારે અચાનક શોર્ટસર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. કારખાનામાં આગ ભભૂકી ઉઠતા કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી. કારીગરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે જોતજાતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું અને એમ્બ્રોઈડરી મશીન તેમજ સાડીઓનો જથ્થો સહિતનો સામાન આગની લપેટમાં આવી ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરીયા હતા.ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવવામાં સફળ થઈ હતી. જોકે આગની આ ઘટનામાં કારખાનામાં મુકેલા ચાર એમ્બ્રોઈડરી મશીન, એક સિલાઈ મશીન, કમ્પ્યુટર, વાયરીંગ, ફર્નીચર, રો મટીરીયલ પાંચ હજાર જેટલી તૈયાર સાડીઓ તેમજ 2 હજાર જેટલી સ્પેર સાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

X
Surat - ભાઠેનામાં એમ્બ્રોઈડરીના કારખાનામાં ભીષણ આગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App