• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - અરજાકતા ફેલાવવામાં સંડોવાયેલા આરોપી કથરીયાને જામીન પર ના છોડાય : સરકાર

અરજાકતા ફેલાવવામાં સંડોવાયેલા આરોપી કથરીયાને જામીન પર ના છોડાય : સરકાર

પાટીદારોને કાયદાકીય રીતે અનામત ના મળે તેવું જાણવા છતાં સમાજને ગેરમાર્ગે દોરવ્યો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:50 AM
Surat - અરજાકતા ફેલાવવામાં સંડોવાયેલા આરોપી કથરીયાને જામીન પર ના છોડાય : સરકાર
પાટીદારોને કાયદાકીય રીતે અનામત મળી ના શકે હોવાનું જાણવા છતાં સમાજને ગેરમાર્ગે દોરી સમગ્ર રાજયમાં 457 જેટલા ગંભીર ગુનાઓ કરી અરજાકતા ફેલાવી રાજદ્રોહના ગુનામાં સંડોવાયેલા આરોપી અલ્પેશ કથરીયાને જામીન પર છોડવો ના જોઇએ. તેવી રજૂઆત કરતા તપાસ અધિકારીએ સેશન્સ કોર્ટમા સોગદનામું કર્યુ છે. સેશન્સ કોર્ટે સોમવારે જામીન અરજીની સુનાવણી કરવાનો નિર્દેશ કર્યો છે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણો અને કોમી વૈમન્સ ફેલાવવાના આરોપસર રાજદ્રોહના કેસમાં જેલમાં રહેલા સુરત પાસના કન્વીનર અલ્પેશ કથરીયાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. જે જામીન અરજીનો વિરોધ કરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.એસ.ગેડમે સોગદનામું કર્યું છે. જેમાં એવી રજૂઆત કરાઇ છે કે, પાટીદાર અનામત સમિતિનું કોઇ રજીસ્ટ્રેશન કરાયું નથી. પાટીદાર સમાજને કાયદાકીય રીતે અનામત મળી ના શકે તેવું જાણાવ છતાં આરોપી અલ્પેશ કથરીયા, હાર્દિક પટેલ સહિતના બની બેઠેલા નેતાઓએ જીએમડીસી ગ્રાભન્ડમાં સભા યોજી હતી. જેમાં ભડકાઉ ભાષણો કરી કોમી વૈમન્સ ફેલાવી અરાજકતા સર્જી હતી. સમગ્ર રાજયમાં રેલ્વે, એસટી, એમટીએસ, બીઆરટીએસ, સરકારી મિલ્કતો, પોલીસ સ્ટેશનોમાં તોડફોડ કરી કરોડો રૂપિયાનું નુકશાન કરી અંધાધૂંધી સર્જી હતી. આરોપી કથરીયા વિરુધ્ધ સુરતમાં 8 કેસો નોંધાયા છે.

X
Surat - અરજાકતા ફેલાવવામાં સંડોવાયેલા આરોપી કથરીયાને જામીન પર ના છોડાય : સરકાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App