• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat છેલ્લા બે દિવસમાં સ્વાઇન ફ્લૂના વધુ 5 સહિત પોઝિટિવ કેસનો આંક કુલ 16

છેલ્લા બે દિવસમાં સ્વાઇન ફ્લૂના વધુ 5 સહિત પોઝિટિવ કેસનો આંક કુલ 16

Surat - છેલ્લા બે દિવસમાં સ્વાઇન ફ્લૂના વધુ 5 સહિત પોઝિટિવ કેસનો આંક કુલ 16

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:50 AM IST
ગત વર્ષે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફ્લૂએ આ વર્ષે પણ ધીમે ધીમે શહેર આખાને અજગરી ભરડામાં કસવાનું શરૂ કરી દીધું છે. 20 દિવસ પહેલા રાંદેરમાંથી સિઝનના પ્રથમ પોઝિટિવ કેસ સાથે સામે આવેલા સ્વાઇન ફ્લૂના છેલ્લા બે દિવસમાં વધુ 5 કેસ પોઝિટિવ નોંધાતાં પાલિકાનો આરોગ્ય ‌વિભાગ દોડતો થઈ ગયો છે. ખાસ કરીને શહેરના પોશ વિસ્તાર ગણાતા સિટીલાઇટ, ભટાર અને વેસુ જેવા વિસ્તારમાંથી સૌથી વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેરમાં આ સીઝનમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 16 થઈ ગઈ છે.

ગયા વર્ષે સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુએ આતંક મચાવ્યો હતો. છેલ્લા બે દિવસમાં સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સિટીલાઇટ વિસ્તારની 53 વર્ષીય મહિલા અને 51 વર્ષીય આધેડ, ભટાર વિસ્તારમાં રહેતી 59 વર્ષીય વૃદ્ધા તેમજ પાલનપોર વિસ્તારમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધા અને કાપોદ્રાની 37 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા બે દિવસમાં નોંધાયેલા વધુ 5 પોઝિટિવ કેસને પગલે શહેરનો આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે.

16

કેસ 25 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધીમાં નોંધાયા

25/8

30/8

02/9

03/9

06/9

07/9

09/9

10/9

12/9

14/9

15/9

રાંદેર

ઉધના

વેસુ, ઉતરાણ

સરથાણા

ભટાર

સૈયદપુરા પુણાગામ

સલાબતપુરા

પાલ રોડ

ઉધના

પાલનપોર કાપોદ્રા સિટીલાઇટ

ભટાર

X
Surat - છેલ્લા બે દિવસમાં સ્વાઇન ફ્લૂના વધુ 5 સહિત પોઝિટિવ કેસનો આંક કુલ 16
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી