પાર્લે પોઇન્ટમાં ગત વર્ષના શ્રીજીનું આ વર્ષે વિસર્જન

અનોખો રિવાજ ગયા વર્ષે સ્થાપના આ વર્ષે વિસર્જન ભારતી પાર્કમાં અહમદનગરનો પરિવાર 59 વર્ષથી બે પ્રતિમાની...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:50 AM
Surat - પાર્લે પોઇન્ટમાં ગત વર્ષના શ્રીજીનું આ વર્ષે વિસર્જન
આ પરિવાર ગયા વર્ષની પ્રતિમાનું આ વર્ષે વિસર્જન કરશે. પેઢીઓથી આ રીતે 365 દિવસ શ્રીજીની પૂજા કરાય છે.

આ વર્ષે સ્થાપના આવતા વર્ષે વિસર્જન

ચાર પેઢી સાથે બેસી ગણેશજીની પૂજા કરે છે

રિલિજિયન રિપોર્ટર | સુરત

પાર્લેપોઈન્ટના પરિવારમાં એકસાથે બે શ્રીજીની પૂજા કરાય છે. મૂળ અહમદનગરના વતની એવા આ પરિવારમાં પેઢીઓથી 365 દિવસ શ્રીજીની પૂજા કરાય છે.

સામાન્ય રીતે એક પરિવારમાં એક જ શ્રીજીની પૂજા કરાય છે, પરંતુ સુરતમાં એક પરિવારમાં પેઢીઓથી દર ગણેશોત્સવમાં બે મૂર્તિની પૂજા કરાય છે અને પાછલા વર્ષની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. સુધીરભાઈ હોનરાવે જણાવ્યું હતું કે મારા દાદાના ઘરમાં પણ આ રીતે જ બે શ્રીજીની ગણેશોત્સવમાં પૂજા કરાતી આવી છે. તેની પાછળ એવી માન્યતા છે કે શ્રીજીની માત્ર દસ દિવસ જ પૂજા નથી કરવાની.

પિતાજી ઉદ્ધવભાઈએ લગ્ન કરી પૂના રહેવા જતાં દાદાને અલગ પ્રતિમાની સ્થાપનાનું પુછ્યું એટલે તેમણે સૂચના આપી. તે પ્રમાણે સતત 59 વર્ષથી બે શ્રીજીની પૂજા કરાય છે. હાલમાં દાદા ઉદ્ધવભાઈ, પોતે સુધીરભાઈ, પુત્ર અને પૌત્રી એમ ચાર પેઢી સાથે બેસી દસ દિવસ બંને શ્રીજીની પૂજા કરશે.

X
Surat - પાર્લે પોઇન્ટમાં ગત વર્ષના શ્રીજીનું આ વર્ષે વિસર્જન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App