તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • RBCએ તમહિની અને મુલશી ઘાટની 1100 કિમીની મોન્સૂન રાઇડ કરી

RBCએ તમહિની અને મુલશી ઘાટની 1100 કિમીની મોન્સૂન રાઇડ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાં રોયલ બ્રધર્સ ક્લબ દ્વારા સુરતથી મુલશી ઘાટ અને મુલશી ઘાટથી તમહિની ઘાટની 1100 કિમીની મોન્સૂન રાઇડ કરવામાં આવી હતી. આ કુલ 20 કલાકની રાઇડ હતી. આ રાઇડ વિશે વાત કરતા રોયન બ્રધર્સ ક્લબે જણાવ્યુ હતું કે ‘ બાઇક બ્રેકડાઉન થઇ ગયુ જેમાં એક બાઇકનો ફ્યુઝ ઉડી ગયો હતો અને બીજા બાઇકમાં પંચર પડ્યુ હતુ તેમ છતા એ બાઇક રીપેર થાય એ સમય દરમિયાન બાકીનાં બધા ગૃપ મેમ્બર્સે એક બીજાની હેલ્પ કરી. એક બાજુ બાઇકનું રિપેરિંગ કામ ચાલતું હતું ત્યારે બીજી બાજુ મ્યુઝિક વગાડી મેમ્બર્સે ડાન્સ કર્યો હતો. આ રીતે ફુલ મસ્તી અને ફન સાથે રાઇડ પુરી કરી હતી અને ઘાટ પર રાઇડ કરવાની ઘણી મજા પણ આવી હતી.’

ટીમ આરબીસીના મેમ્બર્સ

અન્ય સમાચારો પણ છે...