Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - રૂ. 232 કરોડના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદાજો મંજૂર કરવા માટે દબાણ કરાયું : ગટર સમિતિ ચેરમેન

રૂ. 232 કરોડના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદાજો મંજૂર કરવા માટે દબાણ કરાયું : ગટર સમિતિ ચેરમેન

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:50 AM

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત રૂપિયા 232 કરોડના બમરોલી અને ભટાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદાજો વધુ માહિતી...

  • Surat - રૂ. 232 કરોડના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદાજો મંજૂર કરવા માટે દબાણ કરાયું : ગટર સમિતિ ચેરમેન
    ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

    રૂપિયા 232 કરોડના બમરોલી અને ભટાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદાજો વધુ માહિતી માટે મુલતવી રાખનાર ગટર સમિતિના ચેરમેન અમિત રાજપુતે શાસકો- પક્ષની નારાજગી સહન કરવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત રેક્વિઝિશન મુજબ તાકીદે મીટિંગ યોજવા તેને હુકમ કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે. ભાજપની ભાંજગડ પણ બાહર આવી છે. શનિવારે ગટર સમિતિનો રાઉન્ડ હતો. જોકે, સભ્યોમાં કોંગ્રેસના બે સભ્યો આવ્યા હતાં પરંતુ બાકીના છ ગેરહાજર રહેતાં કોરમના અભાવે રાઉન્ડ મુલતવી રહ્યો છે.

    15મીએ શનિવારે ગટર સમિતિ ચેરમેન અમિત રાજપુતે મેયરને પત્ર લખી જણાવ્યુંકે, બમરોલી અને ભટારના 115-115 એમએલડીના 118 અને 114 કરોડના અંદાજો મંજૂર કરવાનું કમિટીમાં મંજૂરી માટે આવ્યું હતું. પરંતુ બજેટમાં આના માટે કોઈ જોગવાઈ કરાઇ નથી. વધુ માહિતી માટે અન્ય પાલિકા પાસે એસટીપી માટે કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, ટેન્ડરિંગની કઈ સિસ્ટમ છે, કન્સલ્ટન્ટ કોણ છે, કેટલી કોસ્ટ આવશે તેના માટે પત્ર લખ્યો હતો. તેની માહિતી આવતા પહેલાં જ મેયર-ડે.મેયર તથા અન્ય પદાધિકારીઓએ આગ્રહપૂર્વક મીટિંગ બોલાવી આ કામો મંજૂર કરવા દબાણ કરવામાં આવ્યું. 12મીએ સેક્રેટરીને લેખિત નોંધ મૂકી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending