પ્રથમ વાર ડ્રોનની નજરે જુઓ ભાંડુતવાસીઓ ચિંતા

સુરત | ઓલપાડના ભાંડુત ગામમાં સુરત શહેરનો કચરો ઠાલવવા માટેનું પ્રકરણ ફરી સક્રિય થયું છે. થોડા સમય પહેલા સુરત મહાનગર...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:50 AM
Surat - પ્રથમ વાર ડ્રોનની નજરે જુઓ ભાંડુતવાસીઓ ચિંતા
સુરત | ઓલપાડના ભાંડુત ગામમાં સુરત શહેરનો કચરો ઠાલવવા માટેનું પ્રકરણ ફરી સક્રિય થયું છે. થોડા સમય પહેલા સુરત મહાનગર પાલિકાએ ઘનકચરો ઠાલવવા માટે બ્લોક નં-54, 55 અને 191 વાળી સરકારી જમીનને ફાળવી આપવા માંગ કરી હતી. સરકારે બહાલી આપતા કલેક્ટરે ભાંડુત ગ્રામ પંચાયતની 9,16,426 ચોરસ મીટર જમીન આપવા તૈયારી બતાવી છે. આ જમીનની આજુબાજુના વિસ્તારમાં મંદરોઇ જેવા આઠથી દસ ગામો છે. ક્લેક્ટરે નગર નિયોજકને જમીન મૂલ્યાંકનનો અહેવાલ મોકલવા માટે પત્ર મોકલ્યો હતો. આ વાત ભાંડુત સહિત આજુબાજુના ગામડાઓમાં ફેલાતા લાેકોમાં આક્રોશ ફેલાયો હતો. જો ખજોદની જગ્યાએ અહિંયા ડિસ્પોઝલ સાઇટ બનાવાય તો દક્ષિણ-પશ્ચિમ દિશાથી પૂર્વ-ઉત્તર તરફ ફૂંકાતા પવનને લઇ આ વિસ્તારમાં દુર્ગંધની સાથે પ્રદુષણ ફેલાવવાની આશંકા છે. ગામવાસીઓએ ધારાસભ્ય મુકેશ પટેલને રજૂઆત કરી હતી. જેમાં તેમણે તમામ ગામના સરપંચ સાથે મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ સુરત કલેક્ટરને ટેલિફોનિક સૂચના આપીને જમીન એલોટમેન્ટ નહીં કરી વૈકલ્પિક જગ્યા પસંદ કરવા ફરમાન કર્યું હતું. તેમ છતાં હજુ હિલચાલ જારી છે. ભાંડુત સહિતના ગામવાસીઓએ ગુજરાત ખેડુત સમાજનું શરણું લીધું છે. ગામવાસીઓનો આરોપ છેકે સરકાર ખજોદમાં ડ્રીમ સિટીના કારણે ડિસ્પોઝલ સાઇટ હટાવી ભાંડુતમાં લાવવા માંગે છે. એટલું જ નહીં તે બિલ્ડરોને ફાયદો કરવવા માંગે છે. જેનાથી કાંઠાના લોકોનું સ્વાસ્થ્ય જોખમાશે. રવિવારે ખેડૂત સમાજ સહિત પાંચ હજારથી વધુ લોકોની મિટીંગનું આયોજન કરાઇ રહ્યું છે.

ડિસ્પોઝલ સાઇટ બની જશે તો ખજોદની જેમ ભાંડુત પણ પ્રદૂષિત બનશે અને દુર્ગંધ ફેલાશે

અહીં બનશે ડિસ્પોઝલ સાઇટ

ભાંડુત ગામે યોજાઇ બાઇક રેલી

પવનની દિશા

ભાંડુત ગામ

તસવીર - રિતેશ પટેલ

એરપોર્ટથી 15 કિમી દૂર લઈ જવાની છે

ખજોદની જગ્યા ડ્રીમ સિટીમાં ગઈ છે. એરપોર્ટથી 15 કિમી દૂર ડિસ્પોઝલ સાઈટ હોવી જોઈએ. ક્લિરિયન્સ માટે લાંબો સમય જશે. ઈ.એચ.પઠાણ, કાર્યપાલક ઇજનેર, મનપા

Surat - પ્રથમ વાર ડ્રોનની નજરે જુઓ ભાંડુતવાસીઓ ચિંતા
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App