સુરતમાં સિઝનનો 88.63%, ઉપરવાસમાં ઓછો વરસાદ પડતાં જળસંકટની આશંકા

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:50 AM IST
Surat - સુરતમાં સિઝનનો 88.63%, ઉપરવાસમાં ઓછો વરસાદ પડતાં જળસંકટની આશંકા
હાલમાં શહેર અને જિલ્લામાં વરસાદ માટે કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ચોમાસું આગામી દિવસોમાં વિધિવત્ વિદાય લે તેવી સંભાવના છે. સુરત જિલ્લામાં સિઝનનો સરેરાશ 90.77 ટકા અને શહેરમાં 88.63 ટકા વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લાની વાત કરીએ તો 90.77 ટકા (1260 મીમી) સરેરાશ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ માંગરોળ તાલુકામાં 121.62 ટકા (1613 મીમી) વરસાદ પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો માંડવી તાલુકામાં 70.58 ટકા (1038 મીમી) અને સુરત શહેરમાં 88.63 ટકા (1210મીમી) વરસાદ નોંધાયો છે.

રાંદેરમાં સૌથી વધુ કતારગામમાં ઓછો

1211

1109

વરસાદ મીમીમાં

સેન્ટ્રલ

વરાછા

5 વર્ષમાં સૌથી વધુ ચાલુ વર્ષે વરસાદ

વરસાદ મીમીમાં

839.2

2014

જિલ્લામાં સૌથી વધુ વરસાદ માંગરોળમાં | બારડોલી તાલુકામાં 1462 મીમી, ચોર્યાસીમાં 1229મીમી, કામરેજમાં 1086 મીમી, મહુવામાં 1505 મીમી, ઓલપાડમાં 850 મીમી, પલસાણામાં 1133 મીમી, ઉમરપાડામાં 1473 મીમી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં સરેરાશ 1388 મીમી વરસાદ સામે ચાલુ વર્ષે 1260 મીમી એટલે કે 5 ઇંચ ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચોમાસું 30 સપ્ટેમ્બરે વિધિવત્ વિદાય લેશે.

1231

966

રાંદેર

899.9

2015

કતારગામ

1093.3

2016

1008

958

ઉધના

989

લિંબાયત

અઠવા

1243.7

1260

2017

2018

ઉકાઇ રૂલ લેવલથી 22 ફૂટ નીચે

ચાલુ વર્ષે ઉકાઇ ડેમના ઉપરવાસમાં નહીંવત વરસાદના કારણે આગામી દિવસોમાં શહેરમાં જળસંકટની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. શહેરની 60 લાખની વસ્તી માટે પીવાનાં પાણીનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમ છે. ચોમાસું વિદાય થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉકાઇ ડેમની હાલની સપાટી 317.8 ફૂટ છે. ઇનફલો-આઉટફલો 600 ક્યુસેક જ્યારે રૂલ લેવલ 340 ફૂટ છે. જેની સામે હાલની સપાટી 22 ફૂટ નીચે છે. આ તરફ હથનૂર ડેમની વાત કરીએ તો ભયજનક સપાટી 213.96 મીટર છે. હથનૂર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. જોકે, ઉકાઇ માં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે.

X
Surat - સુરતમાં સિઝનનો 88.63%, ઉપરવાસમાં ઓછો વરસાદ પડતાં જળસંકટની આશંકા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી