તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સિટીલાઇટ વિસ્તારની સનસિટી સોસાયટીમાં શોટસર્કિટથી આગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટીલાઇટ વિસ્તારની સનસિટી સોસાયટીમાં શોટસર્કિટથી આગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસ અને ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર સીટીલાઈટના અશોક પાન સેન્ટરની ગલીમાં સનસીટી સોસાયટીમાં દિનેશ મેઘરાજ મીચાયા તેના ભાઈઓના સંયુક્ત પરિવાર સાથે રહે છે. ચાર માળના મકાનમાં શુક્રવારે રાત્રે 12 કલાકે શોર્ટસર્કીટને કારણે તેમના મકાનમાં આગ લાગી હતી. પરિવાર નિંદ્રાધીન હતો પરંતુ આગ અને રહીશોમાં બુમાબુમ થઈ જતાં પરિવાર જાગીને તુરંત નીચે દોડી આવ્યું હતું. જોતજોતામાં પહેલા માળે લાગેલી આગ ધીરે ધીરે પ્રસરીને છેક ત્રીજા અને ચોથા માળના ફલેટમાં પહોંચી ગઈ હતી. આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં અડાજણ, મજુરા, ડુંભાલ ફાયર સ્ટેશનના ઓફિસરો લાશ્કરો સાથે ઘટના સ્થળે ધસી ગયા હતાં. આગને કાબુમાં કરવામાં ફાયરને પણ ખાસ્સી જહેમત ઉઠાવી પડી હતી.

આગની ઘટનાને કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા. ફાયરે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં પાંચ કલાક જેટલો સમય લાગી ગયો હતો. શોર્ટસર્કીટને કારણે લાગેલી આગને કારણે મકાનના ચારેય માળ પરનુ પીઓપી, ઈન્ટીરીયર ડેકોરેશન, ફર્નીચર માંડીને ઘરવખરી સહિતનો સામાન આગમાં સ્વાહા થઈ ગયો હતો. અને તેનાથી દિનેશભાઈનો પરિવાર કફોડી હાલતમાં મુકાઈ ગયો હતો. ઘટનાની જાણ ઉમરાપોલીસને થતાં ઉમરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતો.

મધ્યરાત્રીએ પરિવાર સૂતો હતો ત્યારે ઘરમાં આગ લાગી, તમામ બહાર દોડી જતાં બચી ગયાં

ઈન્ટીરિયર ડેકોરેશન-પીઓપીથી આગમાં મોટું જોખમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો