તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | વરાછા પોદાર આર્કેડ પાસે બીઆરટીએસનુ બસનો રૂટ બનાવવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | વરાછા પોદાર આર્કેડ પાસે બીઆરટીએસનુ બસનો રૂટ બનાવવામાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | વરાછા પોદાર આર્કેડ પાસે બીઆરટીએસનુ બસનો રૂટ બનાવવામાં આવ્યો હોવાથી રસ્તો સાંકડો થઇ જાય છે. રસ્તો પહોળો કરવા માટે રેલવે કોલોનીવાળી જગ્યાનો કબ્જો લેવો પડે તેમ છે. માટે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કોર્પોરેટર કાંતિ ભંડેરી લેખિતમાં રજુઆત કરતા આવ્યા છે. તેને ધ્યાને રાખીને રેલવે મંત્રી સુરેશ પ્રભુ સુરતની મુલાકાતે આવ્યા ત્યારે તેની રજુઆત પણ કરવામાં આવી હતી. તેથી રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પશ્વિમ રેલવેના જનરલ મેનેજરને તાત્કાલિક સમસ્યાનુ નિરાકરણ લાવવા માટે આદેશ કર્યા હતા.અને આદેશ બાદ સુરત મહાનગર પાલિકાએ રેલવે સાથે પત્ર વ્યવહાર કરીને કબ્જો લેવા માટેની તમામ જરૂરી કાર્યવાહી પુરી કરી હતી. જ્યારે રેલવે કોલોનીવાળી જગ્યાનો કબ્જો રેલવે આપે તે પહેલા સુરત મહાનગર પાલિકાએ તે જગ્યા પેટે 4.98 કરોડ રૂપિયા ચુકવવાનો નિર્ણય આજની સ્થાયી સમિતિમાં કર્યો છે. જેથી આગામી એકાદ બે મહિનામાં રેલવે કોલોનીવાળી જગ્યાનો કબ્જો સુરત મહાનગર પાલિકાને મળતા રસ્તો પહોળો થઇ જશે.અને તમામ સમસ્યાઓનું નિરાકરણ સુરત મહાનગર પાલિકા લાવશે.અને ત્યાં જરૂરી સગવડો પૂરી પાડશે.

પોદ્દાર આર્કેડ પાસે રેલવે કોલોનીની જગ્યાનો કબજો પાલિકા મેળવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો